૬૦૦ મેડિકલ સ્ર્ટોસમાં ફાર્માસિસ્ટ માત્ર નામ પૂરતા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પ્રતિકાત્મક તસવીર)
- ૬૦૦ મેડિ. સ્ર્ટોસમાં ફાર્માસિસ્ટ માત્ર નામ પૂરતા
- દરેક દવાની દુકાન પર ફાર્માસિસ્ટ હાજર રહેવા જોઇએ તે નિયમ ઘોળીને પી જવાયો

ભુજ : ઔષધ અધિનિયમ મુજબ રાજ્યમાં તમામ સ્થળે ફાર્માસિસ્ટની હાજરી વિના મેડિકલ સ્ટોર ચલાવવાની મનાઇ છે, તેમ છતાં કચ્છમાં કોઇનો ડર ન હોય અથવા તો ડ્રગ વિભાગની મીઠી નજર હોય તેમ આ નિયમને ઘોળીને પી જવાયો છે.પરિણામે કચ્છભરના ૬૦૦ મેડિકલ સ્ર્ટોસમાં ૯૦ ટકા જેટલાં મેડિકલ સ્ર્ટોસમાં ફાર્માસિસ્ટ માત્ર ફોટે મઢેલા લાઇસન્સમાં જોવા મળે છે. બીજી બાજુ મહારાષ્ટ્ર બાદ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક શહેરોના પગલે કચ્છમાં પણ દવાની દુકાને હાજર ન રહેતા ફાર્માસિસ્ટોએ પોતાનું લાઇસન્સ પાછું ખેંચવાનું શરૂ કરતાં મેડિકલ સ્ટોર ધારકોમાં ફડકો પેઠો છે.

સૂત્રોમાંથી મળેલી માહિ‌તી મુજબ ફાર્માસિસ્ટ કાઉન્સિલમાં અત્યાર સુધી વેપારી પેનલનું વર્ચસ્વ હતું, પણ તાજેતરમાં રચાયેલી સમિતિમાં ખરેખરા ફાર્માસિસ્ટોનો વિજય થતા હવે મેડિકલ સ્ટોરમાં માત્ર લાઇસન્સ રૂપે જ નહિ‌ પણ ખુદ ફાર્માસિસ્ટની હાજરી ફરજિયાત બનાવવાની મુહિ‌મ ચલાવાઇ છે. મહારાષ્ટ્રના પગલે સૌરાષ્ટ્રમાં આ ચળવળ જોર પકડી રહી છે, જેના પગલે કચ્છમાં પણ અત્યાર સુધી પ૦ જેટલા ફોટે મઢેલા લાઇસન્સરૂપી ફાર્માસિસ્ટે પોતાનું લાઇસન્સ પાછું ખેંચી લીધું છે.
બીજી બાજુ મેડિકલ સ્ટોરધારકો જો નિયમ મુજબ ફાર્માસિસ્ટની નિમણૂક કરે તો દર મહિ‌ને ૧૨થી ૧પ હજાર જેટલો પગાર આપવો પડે તેમ છે. આ સંજોગોમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની સાથે શહેરોના કેટલાક અંતરિયાળ ભાગમાં આવેલી દવાની દુકાનવાળાઓમાં હવે શું કરવું તેવો ફડકો પેસી ગયો છે.જિલ્લામાં અત્યારે ૬૦૦ જેટલી દવાની દુકાન છે પણ તેમાં ફાર્માસિસ્ટ હાજર રહેતા ન હોવાની વાત આવતા 'દિવ્યભાસ્કર’ની ટીમે જયારે ભુજના પ૦ જેટલાં મેડિકલ સ્ટોરની મુલાકાત લેતાં મહ્દ અંશે ફાર્માસિસ્ટની ગેરહાજરી જોવા મળી હતી.
વાંચો આગળ,ડીગ્રી ધારી ફાર્માસિસ્ટનાં નામે મેડીકલ ચલાવવા માટે 500નો હપ્તો ....