• Gujarati News
  • People Take A Swine Flue Medicine At Private Hospital

ખાનગી દવાખાનામાં સ્વાઇન ફ્લુની રસી લેતા લોકો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સરકારનો આરોગ્ય વિભાગ સદ્ંતર નિષ્ફળ નિવડતાં શહેરીજનોએ સાવચેતીના પગલાંરૂપે ખાનગીમાં વેક્સિન લેવાનું મુનાસીબ માન્યું.

ગાંધીધામ સહિ‌ત સમગ્ર કચ્છમાં સ્વાઇન ફ્લુના કહેરને કારણે ૧૪ વ્યક્તિ જીવ ગુમાવી ચૂકી છે અને ૨પથી પણ વધુ નેગેટિવ રિપોર્ટ હોવા છતાં આરોગ્ય વિભાગના પેટનું પાણી હલતું નથી, જેને પગલે લોકોમાં જોઇએ તેટલી જાગૃતિ આવતી નથી, પરંતુ માધ્યમમાં આવતા અવારનવાર અહેવાલના પગલે લોકોએ હવે સરકારને ભરોસે રહેવાને બદલે ખાનગી તબીબો પાસેથી સ્વાઇન ફ્લુની રસી લેવાનું શરૂ કરી દીધું છે.

ગાંધીધામમાં તેમજ આસપાસના વિસ્તારમાં ત્રણ વ્યક્તિના સ્વાઇન ફ્લુથી મોત થઇ ચૂક્યાં છે અને હજુ પણ કેટલાકના રિપોર્ટ નેગેટિવ આવી રહ્યા છે, ત્યારે સંકુલની ખાનગી હોસ્પિટલોમાં સ્વાઇન ફ્લુ અંગેની રસી લેવાનું ચલણ છેલ્લા એક અઠવાડિયા દરમિયાન વધ્યું હોવાનું જોવા મળી રહ્યું છે.

સ્વાઇન ફ્લુનો ટેસ્ટ કરાવવા માટે આખા જિલ્લામાંથી લોકોને ભુજ આવવું પડતું હોય છે તેમજ આ અંગેની દવા કે જાણકારી મેળવવા માટે પણ જિલ્લા મથક પર આધાર રાખવો પડી રહ્યો છે, ત્યારે લોકોએ જાતે જ જાગૃત થઇને પ્રાઇવેટ હોસ્પિટલમાં વેક્સિન કરાવવાનું શરૂ કરી દીધું છે.