આર્ચિ‌યન કંપનીની મનમાનીથી લોકો મુશ્કેલીમાં મૂકાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- રોજગારીના નામે મીંડું, નમક પરિવહનની ઓવરલોડેડ ટ્રકો પર્યાવરણને નુકસાનકારક, મીઠાં પાણીની લાઇન ખેંચવાથી સર્જા‍શે મુશ્કેલી

રણકાંધીએ આવેલી આર્ચિ‌યન કંપનીમાં તાજેતરમાં થયેલા નમક પરિવહનમાં ઓવરલોડેડ ટ્રકોના કારણે રસ્તા પર ઢોળાયેલું મીંઠું વરસાદી પાણીમાં ભળી આસપાસ આવેલાં તળાવોના પાણીમાં ભળીને ખારાશ ફેલાવતાં આસપાસ આવેલાં ગામના લોકોમાં રોષ ફેલાયો છે. આ મુદ્દે બન્ની લડાયક મંચ દ્વારા કંપનીની બેદરકારી તથા અન્ય મનમાની સામે પગલાં ભરવા કલેક્ટરને રજૂઆત કરી છે.

કરાયેલી રજૂઆતમાં જણાવાયું છે કે, ઓવરલોડેડ ટ્રકના કારણે નમક ઢોળાવાના કારણે હાજીપીરથી જખૌ સુધીના માર્ગમાં ઠેક-ઠેકાણે રસ્તાઓ પર મીંઠાંના ઢગલા પડેલા હતા, તાજેતરમાં વરસાદના કારણે ગામોના તળાવમાં ભળતાં પાણી પીવાલાયક રહ્યું નથી ઉપરાંત, હાલે કંપની દ્વારા નો ર્સોસ એવા નરા વિસ્તારમાંથી પાણી લઇ જવાની પેરવી કરવામાં આવી રહી છે, જેના કારણે લોકોને મુશ્કેલી સર્જા‍શે. પંચાયતોને લલચાવીને આ કામગીરી આદરાઇ છે. નરા વિસ્તારમાં સીમિત પાણીના ર્સોસ વચ્ચે ખેડૂતો ખેતી કરી રહ્યા છે, જો કંપની પાણી ખેંચી જશે તો ખેતીનો સોથ વળી જશે લોકોને હિ‌જરત કરવી પડશે, તેવો તબક્કો આવશે ત્યારે ત્વરાએ કંપનીની મનમાની સામે પગલાં ભરાય તેવી પ્રબળ માંગ કરાઇ છે.