વાયોરમાં ભાજપ અગ્રણી દ્વારા ચલાવાતા અડ્ડામાંથી પ૬ જુગારી ૩ લાખ સાથે પકડાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પકડાયેલા જુગારીઓ)
- વાયોરમાં ભાજપ અગ્રણી દ્વારા ચલાવાતા અડ્ડામાંથી પ૬ જુગારી ૩ લાખ સાથે પકડાયા
- જુગારીઓ પાસેથી 3 લાખ રૂપીયાની મત્તા જપ્ત થઇ : ભાજપના અગ્રણીનું નામ ઉછળતા વિવાદ

ભુજ : અબડાસા તાલુકાના વાયોર જુગારના અડ્ડા પર પ‌શ્ચિ‌મ વિભાગ પોલીસને મળેલ ચોક્કસ બાતમીના આધારે એલસીબીના ઘનશ્યામ (પી.આઇ. જી.એલ. ચૌધરી તથા સ્ટાફે વહેલી સવારે મકાન નં. ૧૨૯માં છાપો મારી ઘર માલિક મુકેશ ખરાશંકર જોષી, અબ્દુલ કરીમ રમજાન ખત્રી (રહે. વાયોર), હિ‌તેષ હરીભાઇ રાઠોડ (રહે. ફુલાય), રમજાન ઇબ્રાહિ‌મ મંઘરા (રહે. તેરા), સુરેન્દ્રસિંહ રામભા જાડેજા (રહે. ફુલાય), બાબુભાઇ ગાભાભાઇ બલિયા (વાયોર), દેવજી લધાજી ધલ (નલિયા), દેવા વેરશી કાગી (ઉકીર).
દેવેન્દ્રસિંહ નરુભા જાડેજા (ફુલાય), મુસા પીનુ સોઢા (વલસરા), રાજેન્દ્ર નટુભા જાડેજા (ફુલાય), રમેશ હીરા સીજુ (વાયોર), ભૂપેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ જાડેજા (વાયોર), નરેન્દ્રસિંહ ભગુભા જાડેજા (ફુલાય), મહેન્દ્રસિંહ જરુભા જાડેજા (વાયોર), ઇસા હારૂન મિંયાજી (વલસરા), કનકસિંહ જીતુભા સોઢા (વાયોર), વિનોદ મંગલ રાજગોર (ઉકીર), સચિન માધવજી રાજગોર (ઉકીર), જુસુબ રમજાન ખત્રી (વાયોર), ચંદ્રકાંત પ્રેમજી રાજગોર (તેરા), મહેશગર મંગલગર ગુસાઇ (વાયોર), પ્રતાપ ખાનજી ધલ (તેરા), કરસન કાનજી બલિયા (વાયોર).
અલિમામદ હુસેન ઓઢેજા (વાયોર), મામદશા શાહીમામદ શાહ સૈયદ (ખરોડા), અલીમામદ ઉમર ઓઢેજા (વાયોર), હરેશ મંગલજી ચૌહાણ (નલિયા), દિવાનસિંહ મેઘરાજજી જાડેજા (વાયોર), હુશેન મામદ ઓઢેજા (વાયોર), અલીમામદ રમજાન ખત્રી (વાયોર), તાલબશા જાફરશા પીરજાદા (વાયોર), ભરતસિંહ શિવુભા જાડેજા (ફુલાય), લગધીરસિંહ દાનુભા જાડેજા (ફુલાય), ધરમશી ભચુ કોલી (વર્માનગર), ભચુ આચાર કોલી (મોટી ચપરેડી), સરૂભા માનસંગજી સોઢા (ભોવા) નારાણ ગાંગજી બલિયા (મફતનગર), નરજી મામદ જુમા (લુહાર) (બંદરા) ગુલામ હુશેન જાકબ લુહાર (ઉકીર), રજાક અલિમામદ લુહાર (વલસરા).
મનજી હીરજી બલિયા (વાયોર), રાજેશ ચંદુલાલ ઠક્કર (રવાપર), પ્રવીણ ઉંમર કોલી (વાયોર), તાર મામદ અબ્દુલા ઓઢેજા (લખણિયા), આધમ આમદ ઓઢેજા (વાયોર), હસણ જુસબ ઓઢેજા (વાયોર), કેસા આચુ બલિયા (વાયોર), હરેશ અલાના કોલી (વાયોર), મેઘજી મૂસા કોલી (વાયોર), મહેશ આચાર કોલી (વાયોર), અકીલશા યાશીનશા પીરજાદા (વાયોર), રાજેશ અશોક જોષી (વાયોર), મુબારક ઉંમર હજામ (વાયોર), અયુબશા અભામિયા પીરજાદા (વાયોર), કમલેશ ઓમકારદાસ (વાયોર) પ૬ ખેલાડીઓને જુદા-જુદા પડમાંથી તીનપત્તિનો જુગાર રમતા ૩,૦૧,૩૦૦ની રોકડ સાથે પકડી વાયોર પોલીસના હવાલે કર્યા હતા.

મુખ્ય સૂત્રધાર અગાઉ ઉચાપતમાં આવી ગયા હતા ? પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ મુખ્ય સૂત્રધાર અને પોતાના મકાનમાં નાલના રૂપિયા ઉઘરાવી જુગાર રમાડતા એવા મુખ્ય સૂત્રધાર અને ભાજપના કાર્યકરે અગાઉ વાયોર સિમેન્ટ કંપનીમાં કામ કરતો હતો, ત્યારે ઉચાપતના કેસમાં કંપની દ્વારા પાણીચું અપાયું હતું. બાદમાં તે વિદેશી પ્રકારનો દારૂ વેંચતો હતો.