દર્દીઓની સેવા તન-મન ધનથી કરવાથી પુણ્ય મળે છે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અંજાર સ્વામિ. મંદિર દ્વારા યોજાયેલા નેત્રયજ્ઞનો પ૦૦ લોકોએ લાભ લીધો
એપ્રિલમાં યોજાનારા મહોત્સવનું વિજય ધ્વજારોહણ કરાયું


અંજાર સ્વામિનારાયણ મંદિર દ્વારા ઘનશ્યામ મહારાજ અર્ધ શતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં રવિવારે નેત્રયજ્ઞ તથા વિજય ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નેત્રયજ્ઞમાં પ૦૦ લાભાર્થી જોડાયા હતા.શરીરના અંગોમાં આંખનું બહુ મહત્ત્વ છે ત્યારે ભગવાને શિક્ષાપત્રીમાં કરેલી આજ્ઞાનુસાર દર્દીઓની સેવા કરવાથી પુણ્ય મળે છે. પ૦૦ જેટલા દર્દીએ પોતાના નેત્રોની ચકાસણી કરાવી હતી, તેઓને આરોગ્ય પ્રાપ્ત થાય તેવા આર્શીવાદ દીપ પ્રાગટય કરતા ભુજના મહંત ધર્મનંદનદાસજી તથા અંજાર મંદિરના મહંત સ્વામી હરિજીવન દાસજીએ પાઠવ્યા હતા. આડાના ચેરમેન ભરતભાઇ શાહે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું યજમાન પ્રેમબાઇ વેલજી ભુડિયા પરિવારના લાલજીભાઇ, નર્મદાબેન, સંજય, દીપિકા (લંડન સુખપર) રહ્યા હતા. એપ્રિલમાં મહોત્સવનો વિજય ધ્વજરોહણ કાર્યક્રમ યોજાયો હતો, સાંખ્યોગી ત્રિવેણીબેન રહ્યા હતા. તેમના દ્વારા પૂજન બાદ ભુજ, અંજાર મંદિરના મહંત સ્વામી દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.

૩૧મીએ મેડિકલ કેમ્પ
તા. ૩૧/૩ના કાન, નાક, ગળાંના કેમ્પની સાથે થેલેસેમિયા ડાયબિટીસનો ચેકઅપ કેમ્પ યોજાશે, જેમાં દવા વિનામૂલ્યે અપાશે.