તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાવરપટ્ટીના વિકાસ માટે મદદ કરાશેઃ પરબતભાઇ પટેલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ઝુરામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ અને સીસી રોડનું ખાતમુહૂર્ત કરતા પ્રભારી મંત્રીની ખાતરી

કચ્છના સર્વાંગી વિકાસ માટે સરકાર પ્રયત્નશીલ છે, ત્યારે પાવરપટ્ટીના ગામોની જરૂરિયાતને પહોંચી વળવા શક્ય તમામ મદદ કરાશે, તેવી ખાતરી કચ્છના પ્રભારી મંત્રીએ ઝુરામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના લોકાર્પણ અને ૯૦ લાખના ખર્ચે તૈયાર થનારા સીસી રોડના ખાતમુહૂર્ત પ્રસંગે આપી હતી. જિલ્લાના પ્રભારી પરબતભાઇ પટેલે કહ્યું કે, વિકાસલક્ષી અને લોક કલ્યાણની માંગ તાત્કાલિક પૂર્ણ કરાશે.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ત્રિકમભાઇ છાંગાએ સમાજની વ્યાજબી માગણીઓ સંતોષવા શક્ય તમામ પ્રયત્નોની ખાતરી આપી હતી. ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યએ ઝુરા વાંઢવાસીઓની માગણી સંતોષાયા બાદ આગામી દિવસોમાં કાયલા-૨ ડેમનું સ્વપ્ન સાકાર થઇને જ રહેશે, તેવું ભારપૂર્વક જણાવ્યું હતું.

જિલ્લા ભાજપના પ્રમુખ પંકજભાઇ મહેતાએ અદના આદમીના ઉત્કર્ષનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. પ્રસંગ પરિચય સરપંચ નારાણભાઇ, યુવા અગ્રણીઓ જયેશભાઇ ભાનુશાલી, તુષારભાઇ ભાનુશાલીએ આપ્યો હતો. આ પ્રસંગે ડીડીઓ આર.જી. ભાલારા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ છાયાબેન ગઢવી, તાલુકા પંચાયતના પ્રમુખ વાલુબેન મંગેરિયા, જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના અધ્યક્ષ રાજુભા જાડેજા, સરપંચો, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.