તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાનધ્રો પાસે બે બાઇક અથડાતાં૪ ઘવાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-પાનધ્રો પાસે બે બાઇક અથડાતાં૪ ઘવાયા
-ઉગેડી પાસે અકસ્માતમાં માતા-પુત્રને ઇજા
લખપત તાલુકાના પાનધ્રો ગામ પાસે સામસામે બે બાઇક અથડાતાં પાંચ લોકો ઘવાયા હતા, જ્યારે નખત્રાણાના ઉગેડી પાસે સ્કૂટર સ્લીપ થતાં માતા-પુત્રને ઇજા થઈ હતી. પાનધ્રો પાસે દિવાળીના દિવસે રવિવારે બનેલા અકસ્માતમાં ખેંગાર મહેશ્વરી(પ૧), ભીમજી મહેશ્વરી(૪પ), હેમુભા લઘુજી(૪૭), અજીત ભીમજી(૮)ને ઇજા થઈ હતી. વર્માનગરમાં સારવાર બાદ ગંભીર ઇજા પામેલાને ભુજ રિફર કરવામાં આવ્યા હતા. જ્યારે ઉગેડી પાસે ગત શનિવારે સાંજે સર્જા‍યેલા અકસ્માતમાં વિનોદ દેવજી દાફડા(૨૭) તથા તેમના માતાને ઇજા થઈ હતી. તેઓ સ્કૂટર પર જતા હતા, ત્યારે વિનોદે કાબૂ ગુમાવ્યો હતો.