પાકિસ્તાનમાં પણ નમો ફેવરીટ, કરાચીથી ગુજરાત આવેલા પરિવારે કરી વાત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- પાકિસ્તાનમાં મોદીને સૌએ સહર્ષ સ્વીકાર્યા છે
- પાકિસ્તાનથી કચ્છ ફરવા આવેલા એક બાહ્મણ પરિવાર સાથે મુલાકાત હિ‌ન્દુઓને મોટાં શહેરમાં મુશ્કેલીનો સામનો નથી કરવો પડતો : અંતરિયાળ વિસ્તારોમાં બનાવો બને છે

મોદીના વડાપ્રધાન પદના શપથગ્રહણમાં પાકિસ્તાનના વડાપ્રધાનને આમંત્રણ અપાતાં ભારત સાથે અમન-શાંતિ સ્થાપાય તે હેતુથી નવાઝ શરીફ ખાસ ભારત આવ્યા છે અને બન્ને દેશ વચ્ચે એક નવી શુભપહેલ થવા જઇ રહી છે, જે ભવિષ્ય માટે મહત્ત્વની બની રહેશે, ત્યારે પાકિસ્તાનથી ભારત ફરવા અને લગ્નપ્રસંગ મહાલવા આવેલા બાહ્મણ પરિવાર કહે છે, પાકિસ્તાનમાં મોદીને લઇને લોકોમાં ઉત્સાહ અને પોઝિટિવ માહોલ છે. લોકો ઇચ્છે છે કે, બન્ને દેશ વચ્ચે અમન-શાંતિ સ્થપાય.

ભુજ ખાતે સોમવારે પરિવારના લગ્નપ્રસંગમાં ભાગ લેવા આવેલા આ બાહ્મણ પરિવારે 'દિવ્ય ભાસ્કર’ને ખાસ મુલાકાત આપીને બન્ને દેશના માહોલ વિશે ચર્ચા કરી હતી. કરાંચીમાં સ્થાયી થયેલા અને ઉચ્ચશિક્ષિત એવા ઓઝા પરિવારના સભ્યો જયવંતીબેન, આશાબેન કે જે એમ.બી.બી.એસ. છે, જયદેવભાઇ અને રેખાબેને મોદી ભારતના વડાપ્રધાન બન્યા છે, ત્યારે તેની શપથવિધિમાં નવાઝ શરીફ પણ ખાસ આવ્યા છે, ત્યારે મોદીની જીત માટે પાકિસ્તાનમાં કેવો માહોલ છે? જેના જવાબમાં તેઓએ કહ્યું હતું કે, ભારતમાં બહુમતીથી આવેલી સરકારને ત્યાંના મીડિયાએ પોઝિટિવ લીધી છે અને લોકોએ પણ સ્વીકારી છે.
આગળ વાંચો ડો. આશાબેને શું જણાવ્યું કરાચી વિશે....