ભુજ સુધરાઇના વિપક્ષી ટીમે સફાઇ ચેકિંગનો કર્યો દેખાડો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(નાળીમાં કચરો ન હોવા છતાં હોવાનું કહીં કચરા પેટી ગણાવી તે જગ્યા)
RTOપાછળની નાળીને કચરાઘર ગણાવી
કચરા કન્ટેનર નથી ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શનના ઠેકાણા નથી એવા મુદ્દા કોરાણે
ભુજ: ભુજ પાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવાય છે, પણ જ્યાં જરૂરી છે ત્યાં કામગીરી નથી કરાતી તેવા આક્ષેપ સાથે શુક્રવારે કોંગ્રેસે આરટીઓ રિલોકેશન સાઇટના મુખ્ય દોઢ કિ.મીના રસ્તાની સાઇડમાં કચરાથી ઉભરાતી નાળીનું નિરીક્ષણ કરીને આ મુદે સુધરાઇનો ઉધડો લઇને ઉગ્ર રજૂઆત કરી હતી.
અહીં ખાસ એ મુદ્દો ઉપસ્થિત થયો છે કે, શહેર સુધરાઇના વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા અને પક્ષના કાઉન્સિલરોએ સાઇટની માત્ર કચરાથી ભરેલી મનાતી માત્ર નાળી જ દેખાઇ છે, તેમણે આ સાઇટમાં એકાદને બાદ કરતાં કચરા કન્ટેનર નથી એ નથી દેખાયું, તો ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શનની વ્યવસ્થાના ઠેકાણા નથી, એ પણ ખબર ન હોય તેમ માત્ર નાળી માટે કથિત હોબાળો કરી આવ્યા હતા, તેમના સહિતની ટીમે જાણે કોંગ્રેસ કામ કરતી હોય તેવો દેખાડાનો પ્રયાસ કર્યો હોવાનું લોકોને લાગ્યું હતું. આર્મીની દીવાલને અડીને આવેલી નાળીને સાફ કરવા સુધરાઇ દ્વારા તસ્દી લેવાઇ નથી, જેના કારણે આ નાળી કચરાઘર બની ગઇ છે. સડતા કચરાના કારણે દુર્ગંધ આવે છે. તેવા આક્ષેપો પાલિકામાં વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહે તેમના સાથે આ સાઇટની મુલાકાત ટાંકણે જોડે રહેલા કાઉન્સિલરોએ કર્યા હતા.
ભુજિયા રિંગરોડનો ઉકરડો ન દેખાયો
આરટીઓ સર્કલથી આત્મારામ સર્કલ તરફ જતો રિંગરોડ ફરવાનું સ્થળ બની શકે એમ છે, પણ આસપાસના રહીશો દ્વારા કચરા અને ગંદકી ઠાલવીને સમગ્ર રસ્તાને ઉકરડા સમાન બનાવી દેવાયો છે. કોંગ્રેસી કાઉન્સિલરોની ટીમ એક સાઇટની નાળી ચેક કરવા પહોંચી પણ તેની નજીકનો જ આ રિંગરોડ પર જાણે કચરાપેટી બની ગયો છે તેવું તેમને ન દેખાયું, આવા સવાલો સ્થાનિક વસવાટ કરતા લોકો દ્વારા ઊભા કરવામાં આવ્યા છે. થોડા સમય અગાઉ જ્યારે આરટીઓ સાઇટમાં સર્વત્ર કચરો ફેલાયેલો હતો, ત્યારે કેમ ન આવ્યા અને સફાઇ થઇ ગઇ ત્યારબાદ માત્ર નાળાંની ચકાસણી કરવા ધસી ગયા હતા