અબડાસા, નખત્રાણા તાલુકામાં ૧૪ કરોડના ખર્ચે રોડના કામોનું ખાતમૂહુર્ત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નખત્રાણા ફૂન એન્ડ ફૂડ હોટલ ખાતે અબડાસા અને નખત્રાણા તાલુકામાં ૧૪ કરોડના ખર્ચે રસ્તાના કામોના ખાતમૂહુર્તનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધારાસભ્યએ દિવાળી સુધીમાં નર્મદાનું પાણી મળી રહેશે, તેવી જાહેરાત કરી હતી. ભુજ,લખપત, નખત્રાણા, વિરાણી મોટી, દેશલપર (ગુંતલી), જીંજાય રોડ,આમારા, રતડિયા, કોટડા (જડોદર) અને દેશલપર (ગું), હાજીપીર સહિ‌તના ૧૪ કરોડના ખર્ચે રસ્તાના કામોના ખાતમૂહુર્તનો કાર્યક્રમ યોજાયો હતો, જયંતીભાઇ ભાનુશાલીએ ગામડાંની સુવિધા માટે પાંચ વર્ષમાં યોજનાઓ અંતર્ગત વિકાસકામો કર્યાં છે નખત્રાણાના ખેડૂતો માટે એ.પી.એમ.સી.નું ભૂમિપૂજન કરાશે અને દિવાળી પહેલાં બન્ને તાલુકાની પ્રજાને નર્મદાનું પાણી મળતું થઇ જવાથી જાહેરાત કરી હતી.