ભુજ જી.કે.માં ‘નોટ ફોર સેલ’ દવાઓ ખુલ્લેઆમ વેચાય છે

Open salling of not for sale medicine in Bhuj G K
Bhaskar News

Bhaskar News

Dec 06, 2010, 01:04 AM IST
>> ગરીબ દર્દીઓના હક્ક પર તરાપ : સારવાર તથા દવાના પૈસા વસૂલાતા હોવાથી દર્દીઓ બેહાલ ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ દર્દીઓની બેલી નથી પરંતુ દર્દીઓ માટે માથાનો દુ: ખાવો બની ગઇ છે. તમામ સરકારી નિયમોને કોરાણે મૂકી અહીં ખાનગી હોસ્પિટલ જેવી જો હુકમની ચલાવાય છે. જાણવા મળતી વિગતો મુજબ જી.કે. માં ગરીબ દર્દીઓ માટે સરકારે ફાળવેલી દવા જે વેચવા પર પ્રતિબંધ છે. તે દર્દીઓને નિ:શુલ્ક આપવાના બદલે વેચવામાં આવી રહ્યા છે. અટલમહલના કથળતા વહીવટીની રામકહાની વારંવાર અખબારના પાને ચડતી રહે છે. ત્યારે હવે દર્દીઓની દવા પરપણ હવે તરાપ સારી રહી છે. વિશ્વાસ પાત્ર સૂત્રોએ જણાવ્યું હતુ કે, ‘નોટ ફોર સેલ’ લખેલી દવા ખુલ્લેઆમ વેચાય છે. દર્દીઓને જે દવા સરકારી હોસ્પિટલમાં નિ:શુલ્ક મળવા પાત્ર છે. તે દવાના રોકડા કરી ગજવામાં ભરવામાં આવી રહ્યા છે. પરિણામે ગરીબ દર્દીઓની સ્થિતિ કફોડી બની છે. આ અંગે સિવિલ સર્જન ડૉ. રાવલનો સંપર્ક કરતા તેમણે ફોન ઉપાડ્યો નહતો. >> બેડ, ઇન્જેકશન તથા ઓપરેશનનો ચાર્જ પણ વસૂલાય છે સૂત્રોએ જણાવ્યું હતું કે, કોઇ પણ સરકારી હોસ્પિટલમાં ભરતી દવાના રૂપીયા લેવામાં આવતા નથી પરંતુ જી.કે. માં દાખલ થતા દર્દીપાસેથી બેડ ચાર્જ રૂ. ૫૦, ઇન્જેકશનના રૂ. ૨૦ તથા રૂ. ૫૦ દવાનો ચાર્જ તથા રૂ.૨૦૦ ડિપોઝિટ ખંખેરી લેવામાં આવી રહી છે. આ પૈસાની પહોંચ જી.કે.ની અપાય છે. પરંતુ આ પૈસા ક્યાં જાય છે. તેનો કોઇ હિસાબ નથી. કારણે કે સરકારી,નિયમો મુજબ નિ:શુલ્ક સારવારનો દર્દી હક્કદાર છે , તો શા માટેડિપોઝિટ તથા અન્ય બેડ, દવા ચાર્જ લેવામાં આવી રહ્યો છે તે પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો છે. આ ઉપરાંત હોસ્પિટલ ઓપરેશનનો પણ ચાર્જ દર્દી પાસેથી વસૂલવામાં આવી રહ્યો છે. આ મુદ્દો અનેક તર્ક-વિતર્ક ફેલાયા છે.
X
Open salling of not for sale medicine in Bhuj G K
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી