• Gujarati News
  • One Murder For Illicit RelationshipsSuspected In Bhuj

આડાસંબંધની શંકાએ લીધુ વિકરાળ સ્વરૂપ, ઊંઘમાં જ સાળાએ ઢાળી દીધું ઢીમ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- પંડ્યાગઢમાં આડા સંબંધની શંકામાં કૌટુંબિક સાળાએ બનેવીની કરી હત્યા
- ફળિયામાં સૂતો હતો, ત્યારે જ ધારિયાથી કર્યો હુમલો

રાપર તાલુકાના આડેસર પાસે આવેલા પંડયાગઢમાં આડા સંબંધની શંકામાં કૌટુંબિક સાળાએ બનેવીને પર ધારિયાથી હુમલો કરીને તેનું ઢીમ ઢાળી દેતાં ભારે ચકચાર વ્યાપી ગઈ હતી. યુવાન તેના ઘરના ફળિયામાં સોમવારે રાત્રે સૂતો હતો, ત્યારે જ આરોપીએ હુમલો કર્યો હતો. આ ઘટના પાછળ આડા સંબંધની શંકા કારણભૂત હોવાનું તપાસના પ્રાથમિક તબક્કે બહાર આવ્યું હતું. આડેસર પોલીસના જણાવ્યા પ્રમાણે પંડયાગઢમાં ૩૩ વર્ષીય રમજાન કરીમ હિંગોરજાની હત્યા કરી હતી.

આ બનાવ અંગે મૃતકની પત્ની જમિયતબેન રમજાન હિંગોરજાએ વીજાપરના અનવર વલીમામદ હિંગોરજા સામે ફોજદારી ફરિયાદ નોંધાવી હતી. વધુમાં પોલીસે કહ્યું કે, સોમવારે રાત્રે દોઢ વાગ્યા દરમિયાન રમજાન તેના ઘર આંગણે ઘસઘસાટ સૂતો હતો, ત્યારે અનવરે તેના પર ધારિયાથી હુમલો કર્યો હતો. તેને પગમાં, ઘૂંટણમાં ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. બનાવ વિશે તપાસ ચલાવતા પીએસઆઇ સી.બી. પરમારે કહ્યું કે, અનવરની પત્ની અને રમજાન વચ્ચે માસિયાઈ ભાઈ-બહેનનો સંબંધ છે. એ રીતે આરોપી અનવર રમજાનનો કુટુંબી સાળો થાય છે.
વધુ અહેવાલ વાંચવા માટે ફોટો બદલતાં જાવ...