તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કુડા-જામપરમાં ત્રણ પુત્રના પિતાનો ગળેફાંસો ખાઈને આપઘાત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ભુજના અસ્થિર મગજના યુવાને હમીરસરમાં ઝંપલાવી આયખું ટૂંકાવ્યું
રાપર તાલુકાના કુડા-જામપરમાં ત્રણ પુત્રના પિતાએ ગળેફાંસો ખાઈને જિંદગીનો અંત લાવી દેતાં અરેરાટી વ્યાપી હતી, જ્યારે ભુજમાં ત્રણ દિવસથી લાપતા યુવાનની લાશ હમીરસરમાંથી મળી આવી હતી. પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે કકરવાથી પાંચ કિલોમીટરના અંતરે આવેલાં કુડા-જામપરમાં લાલખાન આરબખાન બ્લોચે કોઇ અગમ્ય કારણોથી ગુરુવારે સવારે નવ વાગ્યાના અરસામાં ઘરે જ ગળેફાંસો ખાઈ લીધો હતો.
મોટો દીકરો તેમને લટકતા જોઇ ગયો, પણ તેને બચાવી શકાયો નહોતો. આ ઘટનાને પગલે ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બીજી બાજુ ભુજના આરટીઓ રિલોકેશનમાં રહેતા ૩૯ વર્ષીય ધર્મેન્દ્રલાલ અમૃતલાલ સોલંકીની લાશ હમીરસરમાંથી ગુરુવારે રાત્રે મળી આવી હતી. સોમવારે આ યુવાન તેના ઘરેથી કોઇને કંઇ કહ્યા વિના જતો રહ્યો હતો, એ વિશે ભુજ બી ડિવિઝન પોલીસમાં ગુમનોંધ પણ થઈ હતી. માનસિક રીતે અસ્થિર હોવાથી તેણે તળાવમાં ડૂબકી લગાવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો