AAPની ગાડીઓ ફરે છે બિન્દાસ, ટોલ ટેક્ષની મારે છે ‘ગાપચી’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- આમ આદમી પાર્ટીની ગાડીઓ કચ્છથી ટોલ ભર્યા વિના નીકળી ગઈ
- નેશલન હાઇ-વે ઓથોરિટીના જાહેરનામા ભંગ અંગે પક્ષની ૧૦થી ૧પ ગાડીઓ સામે સામખિયાળી પોલીસમાં ફોજદારી ફરિયાદ
કચ્છના પ્રવાસે આવેલા આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ સાથેની ગાડીઓ પરત જતી વખતે ટોલ ભર્યા વિના સરકી ગઈ હોવાની હકીકત ગુરુવારે પ્રકાશમાં આવી હતી. આ બાબતે ટોલતંત્ર દ્વારા સામખિયાળી પોલીસમાં ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસે તપાસ ધરી હતી. સામખિયાળી પોલીસે ટોલપ્લાઝાના કર્મચારી દીપેન્દ્રસિંહ નરસિંહ તોમરે નોંધાવેલી ફરિયાદ ટાંકીને જણાવ્યું કે, ગત તા.૬ માર્ચે આ બનાવ બન્યો હતો. સાંજે ચારથી સાડા ચાર વાગ્યા દરમિયાન 'આપ’ની ૧૦થી ૧પ કાર, જીપ પસાર થઈ હતી.
જોકે, એમાંથી એકેયે ટોલ ભર્યો હતો. નેશનલ હાઇવે ઓથોરિટી-ઈન્ડિયાના જાહેરનામાનો ભંગ થયો હોવાથી ગુરુવારે મોડી રાત્રે સામખિયાળી પોલીસમાં તમામ કારના ચાલકો વિરુદ્ધ ગુનો નોંધાવવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેજરીવાલના કચ્છ પ્રવાસને આજે અઠવાડિયું થયું, છેક હવે ફરિયાદ નોંધાઈ એની પાછળ રાજ્ય સરકારનું દબાણ હોવાની પણ વાત સામે આવી હતી.
વધુ તસવીર માટે ફોટો સ્લાઈડ કરો..