પમ્પિંગ માટે માળિયા કેનાલમાં પાણી નથી

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાણી ચોરીને ડામવામાં નિષ્ફળ ગયેલી સરકાર હવે ઢાંકીથી પાઇપલાઇન નાખશે: કચ્છને ૧૫૦ એમ.એલ.ડી.ની જગ્યાએ ૮૦ એમ.એલ.ડી. પાણી મળે છે હાલ ન માત્ર કચ્છમાં પરંતુ રાજકોટ અને જામનગર જિલ્લામાં પણ નર્મદાનું પાણી ઓછું મળી રહ્યું છે. આ અંગે ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લિ.ના અધિકારીઓ નર્મદા નિગમના ઉચ્ચ અધિકારીઓને જાણકરી છે. માળિયાથી હળવદ બ્રાન્ચ કેનાલમાં પુન: પાણી ચોરીનો બનાવ આવતા પોલીસ સહિત વહીવટી તંત્ર હરક્તમાં આવ્યું છે. જી.ડબ્લયુ.આઇ.એલના સૂત્રોના જણાવ્યા અનુસાર હાલમાં કચ્છ સહિત રાજ્યમાં પ્રિ મોનસુન એક્ટિવિટી સક્રિય બની છે. જેથી જો સંયુક્ત વાતાવરણના પગલે ખેતીમાં પાણીની બચત વધી જવા પામી છે. એટલું જ નહીં, પરંતુ હળવદ અને માળિયામાં વીજ ધાંધિયા થકી ખેડૂતો પોતાના બોરવેલનું પાણી ખેંચી શકતા નથી, તેથી નછૂટકે પાકને બચાવવા પમ્પ લગાવવા પડે છે. હળવદ અને માળિયા વચ્ચે અંદાજિત ૧૦૦થી વધુ ડીઝલ સેટ કાર્યરત છે, જે ર૪ કલાક નર્મદાની કેનાલમાંથી પાણી ખેચી રહ્યા છે, જેથી બ્રાન્ચ કેનાલમાં પાણી તળિયાઝાટક થવા ખાવા પામ્યું છે. કચ્છ જિલ્લાને ૧૫૦ એમ.એલ.ડી.ની પાણીની જગ્યાએ માત્ર ૮૦ એમ.એલ.ડી. પાણી નસીબ થાય છે. વોટ બેંક માટે રાજ્ય સરકારે સાપ પણ મરીજાય અને લાકડી પણ ન તૂટે તેવી ભીતિ અપનાવી પાણી ચોરી બંધ કરવામાં નિષ્ફળ ગયેલી સરકાર ઢાંકીથી પાઇપલાઇન બિછાવવાનું કામ શરૂ કરી દીધું છે. માળિયાની નર્મદા કેનાલની લેવલ ચિંતાજનક રીતે નીચે સરક્તાં પમ્પિંગ સ્ટેશનોને પણ રથી ૪ કલાક વિરામ આપવો પડે છે. વર્ષો દરમિયાન પોલીસને સાથે રાખી વહીવટી તંત્રે પેટ્રોલિંગ શરૂ કર્યું હતું, પરંતુ મળતિયાઓ અને લાગ-વગિયા-ઓના ફોન સીધા ગાંધીનગર પહોંચતાં આ વખતે સરકારે ઢીલાશ રાખી છે. જી. ડબ્લયુ.આઇ.એલ.ના સિનિયર મેનેજર મહેન્દ્ર ભાઇએ પાણી ચોરીની વાતને સમર્થન આપતાં જણાવ્યું હતું કે, ખુલ્લી કેનાલમાં પાણી ચોરી થવાથી પાઇપ લાઇનમાં ખૂબ જ ઓછું પાણી આવે છે. જળ સંશાધન મંત્રી શું કહે છે ? જળ સંશાધનમંત્રી નિતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, પાણી ચોરી અટકાવવા દર વખતની જેમ ૧૩૪ કિ.મી.વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ શરૂ કરીશું. આ અંગેની વહિવટી માફિયા પણ આરંભી છે. પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ઢાંકીથી ૧૩૪ કિ.મી. પાઇપલાઇન બિછાવવાનું કામ પૂરજોશમાં ચાલુ છે, ૨૫૦૦ કરોડના ટેન્ડર પણ ફાળવ્યા છે. રપ ટકા કામ પૂર્ણ થઇ ચૂક્યું છે. ૮ પેકેજમાં આ કામ પૂરજોશમાં ચાલુ છે.