તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છઠ્ઠીબારી રિંગરોડ-વાણિયાવાડ અનમ રિંગરોડ પર વાહનો માટે પ્રવેશબંધી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- દિવાળીના પર્વને ધ્યાનમાં લઇ ભીડ નિવારવા બહાર પડાયું જાહેરનામું
- ૩ નવેમ્બરથી પમી સુધી અમલ કરાશે


આગામી દિવાળી તહેવારો લક્ષમાં લઇ ભુજ શહેરના અંદરના વિસ્તારો જેવા કે જુની શાકમાર્કેટ, તળાવશેરી, વાણિયાવાડ નવી શાકમાર્કેટ, મહેરઅલી ચોક, અનમ રિંગરોડ, છઠ્ઠીબારી રિંગરોડ વગેરે વિસ્તારોમાં ખૂબ જ ભીડ રહેતી હોઇ તેમજ આ વિસ્તારોમાં પાર્કિંગની વ્યવસ્થા ન હોઇ, વાહનો આડેધડ પાર્ક થતાં હોઇ, ટ્રાફિકની સમસ્યા ખૂબ જ વણસતી હોઇ, આ વિસ્તારના રસ્તાઓ પર ટ્રાફિક નિયમન માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ડી.બી.શાહે એક જાહેરનામું બહાર દ્વારા તા. ૩થી પ નવેમ્બર ૧૩ સુધી છઠ્ઠીબારી રિંગરોડ, વાણિયાવાડ નવી શાકમાર્કેટથી અંદર જતો રસ્તો અને અનમ રિંગરોડ ઉપરથી થ્રી વ્હીલર અને ફોર વ્હીલર વાહનો પસાર થઇ શકશે નહીં તેમ જણાવ્યું છે. જોકે આ જાહેરનામાનો અમલ કેટલો થશે તેના અંગે લોકોમાં અનેક સવાલ ખડા થયા છે.

વૈકલ્પિક વ્યવસ્થા તરીકે છઠ્ઠીબારી રિંગરોડ નજીક આવેલા રસ્તા પરથી મોડર્ન ટોકિઝ પરથી આ વિસ્તારના રહેવાસીઓ આવ-જા કરી શકશે અને વાણિયાવાડ નવી શાકમાર્કેટથી તથા અનમ રિંગરોડની આસપાસના રહેવાસીઓ પંચમુખા હનુમાન શેરીથી આવ-જા કરી શકશે તેમ વધુમાં જણાવાયું છે. સરકારી ફરજપરના વાહનો, ફાયર ફાઇટર અને પોલીસ અધિકૃત કરે તેવા વાહનોને આ જાહેરનામું લાગુ પડશે નહીં. તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે.