તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બીજાના દુ:ખ દૂર કરનારી વ્યક્તિ જ સાચી સમાજસેવી છે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- આબુમાં સામાજિક સંસ્થાઓના આગેવાનોની પરિષદ યોજાઇ
- કચ્છ સહિ‌ત ભારતભરમાંથી ૪૦૦ જેટલા પદાધિકારીઓ જોડાયા હતાં


માઉન્ટ આબુમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વવિદ્યાલયમાં સામાજિક સંસ્થાઓના પ્રમુખ, મંત્રીઓ માટે સામાજિક આગેવાનની પરિષદનું આયોજન કરાયું હતું, જેમાં ૪૦૦ જેટલા પ્રમુખ, મંત્રીએ ભાગ લીધો છે.
સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓની લીડરશિપ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વવિદ્યાલયના મુખ્ય વહીવટકર્તા રાજયોગિની દાદી જાનકીએ કહયું કે, બીજાના દુ:ખ દૂર કરનારી વ્યક્તિ જ સાચા સમાજસેવી છે.

અહમ્ભાવથી તેમજ માન-સન્માનની ઇચ્છાથી પર રહી વિનમ્રતાના પ્રતીક બનવાથી સમાજસેવાના ક્ષેત્રમાં સકારાત્મક પરિણામ લાવી શકાય છે, જ્યારે અનીલ ગોરે જણાવ્યું કે, પરિષદથી લોકસેવા પ્રત્યે નવીન અભિગમ કેળવાય છે અને બીજાના દુ:ખો દૂર કરવાના કાર્યો વધારે જોશથી કરવાની પ્રેરણા મળી છે.
આ પરિષદમાં રામાનંદ ર્તીથ મેમોરિયલ, હૈદરાબાદના મહામંત્રી વાણીદેવી રાજયોગિની બી.કે. સંતોષ દીદી, મુમતાઝ મસીહા, રાજયોગિની ડો. નિર્મલા, બ્રહ્માકુમાર પ્રેમભાઇ, બાબુલાલ ચાસના સહિ‌ત મહાનુભાવો હાજર રહયા હતા, સાથો સાથ મનોજ ઠક્કર અને બાબુભાઇ પરમારે ભાગ લીધો.