• Gujarati News
  • Navinalana Chief Arrested For Being Under The Aspect Of Extortion Case

નવીનાળના સરપંચની ખંડણીના કેસમાં પાસા તળે કરાઇ ધરપકડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ : મુન્દ્રા તાલુકાના નવીનાળ ગામના સરપંચ વિરુદ્ધ અગાઉ અનેક મારામારી કરી ધમકી આપ્યાની અરજીઓ થઇ હતી. તેવામાં તાજેતરમાં એક ખંડણીનો કેસ દાખલ થતાં અંતે પોલીસે આ માથાભારે શખ્સ સામે પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા કલેક્ટરને મોકલી આપી હતી, જેને મંજૂરી મળી જતાં શુક્રવારે પોલીસે તેની પાસા તળે ધરપકડ કરી હતી, જેને મોડીરાત્રે પોલીસ સુરત જેલહવાલે કરવા રવાના થઇ ગયાનું જાણવા મળ્યું હતું. સૂત્રોનું માનીએ તો રાજકીય મોટામાથાઓ સામે સરપંચે કરેલી દાદાગીરી તેને ભારે પડી હતી.
- મોડીરાત્રિના સુરત જેલહવાલે કરવા પોલીસ રવાના
- રાજકીય મોટામાથાઓ સામે કરેલી દાદાગીરી ભારે પડી
નવીનાળના સરપંચ ગજેન્દ્રસિંહ ઉર્ફે ગજુભા ભીમાજી જાડેજા (28) સામે અગાઉ મારમારી ધમકાવી પૈસા પડાવતો હોવાની અનેક ફરિયાદો થયેલી છે. ઉપરાંત ભૂકંપ બાદ મુન્દ્રામાં બહારથી આવેલી કંપનીઓના માલિક તથા શ્રમિકોને ડરાવી લાંબા સમયથી ખંડણી ઉઘરાવતો હતો.
થોડા સમય પહેલાં એક રાજકીય નેતાએ તેને પોતાની તમામ લીલા સંકેલી લેવા સમજાવ્યો હતો, પરંતુ ગજેન્દ્રસિંહે ગેરપ્રવૃત્તિઓ ચાલુ જ રાખતાં પોલીસે પણ અગાઉ થયેલી અરજીને ધ્યાને લઇ તાત્કાલિક પાસા તળે જેલહવાલે ધકેલવાની એસપી ડી.એન. પટેલના માર્ગદર્શન તળે મુન્દ્રા પોલીસે દરખાસ્ત તૈયાર કરી હતી, જે જિલ્લા કલેક્ટર મહેન્દ્ર પટેલને આપવામાં આવી હતી. બે દિવસ પૂર્વે કલેક્ટરે સુરતની લાજપોર જેલમાં મોકલી આપવા મંજૂરી આપી દીધી હતી. આ મામલામાં પાસા થતાં ગ્રાજનોમાં આ મુદ્દો ચર્ચાની એરણે ચડી
ગયો હતો.