• Gujarati News
  • Naranapara Have Become Barren Due To Lack Of Fitness Of The Nursery

નારાણપર પાસેની નર્સરી માવજતના અભાવે વેરાન બની

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં વનવિભાગના વિસ્તાર માટે વિવિધ યોજનાઓ થકી લોકોમાં જાગૃતિ લાવવા પ્રયત્નરત છે. સાથોસાથ સમાજિક વનીકરણ થકી વૃક્ષારોપણ સહિ‌તના વિવિધ કાર્યક્રમો કરે છે, પરંતુ આ તમામ ખર્ચ ફોગટ જતો હોય તેવું ચિત્ર ભુજ તાલુકાના નારાણપર પાસે માંડવી રોડ પર આવેલી નર્સરીની ઉજ્જડ હાલતના કારણે
ઉપસે છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ નારાણપર પાસેની માંડવી રોડ પર આવેલી નર્સરીનો એકાદ વર્ષ પહેલાં પ્રારંભ વનવિભાગ દ્વારા કરાયો હતો, પરંતુ માવજતના અભાવે લાખો રૂપિયાનો ખર્ચ એળે જઇ રહ્યો છે. નર્સરીમાં ઠેર-ઠેર બાવળની ઝાડી ઉગી નીકળી છે.

પ્રવેશદ્વાર પણ જર્જરીત થઇ ગયું છે, જો સત્વરે યોગ્ય પગલાં ભરવામાં નહીં આવે, તો લીલાં ઝાડનો પણ સોથ વળી જશે . આ અંગે વનવિભાગનો ફોન કરતા નો રિપલાય આવતા સંપર્ક થઇ શક્યો ન હતો.

નર્સરીના દરવાજા પાસે ઉગી નીકળેલી બાવળની ઝાડી- ભાવેશ અબોટી