• Gujarati News
  • Nakhtrana Bhetatam Couple Of People Got Burned Buses, Karaphyuno ENVIRONMENT

નખત્રાણામાં દંપતીને કાળ ભેટતાં લોકોએ બસ સળગાવી, કરફ્યુનો માહોલ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કાળમુખી બસોની ગતિ નિરંકુશ કાં ?
નખત્રાણાની ઘટનાએ ઉઠાવ્યો વેધક સવાલ : 'સમય’ સાચવવા ખાનગી બસો જિંદગીના જોખમે બેફામ દોડે છે
પરિસ્થિતિ તંગ બનતાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો: કરફ્યુ જેવો માહોલ
ત્રણ કલાક સુધી ચક્કાજામ સર્જા‍યો


નખાત્રાણામાં પૂરઝડપે પસાર થતી સીતારામ ટ્રાવેલ્સની બસે બાઇક પર જઇ રહેલાં દંપતીને ઉડાવી દેતાં પતિ-પત્ની બન્નેનાં કમકમાટીભર્યાં મોતની ઘટનાએ ભારે અરેરાટી જગાવી હતી. મંગળવારે સવારે સર્જા‍યેલી આ દુર્ઘટનાથી ગામલોકો ભારે રોષમાં આવી ગયા હતા. અકસ્માત નીપજાવનારી ખાનગી બસમાં તોડફોડ કરવામાં આવી હતી અને આક્રોશ પરાકાષ્ટાએ પહોંચતાં બસને આગ પણ ચાંપવામાં આવી હતી.

આ ઉશ્કેરાટની જાણ થતાં જ પોલીસનો કાફલો સ્થળ પર ધસી ગયો હતો. બનાવને લીધે તંગદિલી છવાતાં બપોર સુધી ગામમાં કરફ્યુ જેવી પરિસ્થિતિ નિર્માણ પામી હતી. સતત ત્રણ કલાક સુધી ધોરીમાર્ગ પર વાહનોનો ચક્કાજામ થયો હતો.

નખત્રાણામાં મંગળવારે સવારે નવ વાગ્યા દરમિયાન બનેલા ગોઝારા અકસ્માતમાં નારાણ શિવજી નાથાણી(પ૦) અને તેની પત્ની લક્ષ્મીબેન(૪૮)એ જીવ ગુમાવ્યો હતો. આ દંપતી બાઇક પર સગાને ત્યાં લગ્નનું નિમંત્રણ આપવા માટે જતું હતું. એ દરમિયાન રોંગ સાઇડમાં પૂરપાટ જતી સીતારામ ટ્રાવેલ્સની બસે તેમને ઉડાવી દેતાં સ્થળ પર જ બેયનાં કમકમાટીભર્યાં મોત થયાં હતાં. સરાજાહેર બનેલી આ ઘટનાથી અનેક લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠયો હતો. લોકોએ મુસાફરોને ઉતાર્યા બાદ બસની તોડફોડ કરી રોષ ઠાલવ્યો હતો. એટલું જ નહીં, આક્રોશની તીવ્રતા ત્યારે સામે આવી, જ્યારે લોકોએ બસને આગ ચાંપી હતી. આ બનાવની જાણ થતાં પોલીસ ત્યાં પહોંચી હતી. એક સાથે બે મોતથી છવાયેલી તંગદિલી કાબૂમાં કરવા કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જાણે કરફ્યુ લાગ્યો હોય એવું દૃશ્ય જોવા મળ્યું હતું. સતત ત્રણ કલાક સુધી રોડ પર ચક્કાજામ સર્જા‍યો હતો.

ઉલ્લેખીનય છે કે, હતભાગી દંપતી લગ્નનું નિમંત્રણ આપવા ભુજ તરફ બાઇક પર જતું હતું, એવામાં સામેથી કાળમુખી ખાનગી બસે તેઓને ઉડાવી દીધાં હતાં. બસની ઠોકરથી બેય રસ્તા પર ફંગોળાઈ ગયાં હતાં. ગંભીર ઇજાઓથી માર્ગ પર જ તરફડિયા ખાઇને તેઓએ દમ તોડી દીધો હતો. આ દૃશ્ય જોઇને અનેક લોકોના મ્હોંમાંથી અરેરાટી સરી પડી હતી. હૈયું કંપાવનારા બનાવથી જ જાણે લોકોમાં ધરબાયેલો ગુસ્સો ફાટી નીકળ્યો હતો.

વધુ અહેવાલ વાંચવા આગળની સ્લાઈડ્સ ક્લિકકરો....એક્સિડન્ટ બાદ સ્થિતિ કેવી રહી..... જાણો...

ગામ સ્વયંભૂ બંધ
એસપી સહિ‌ત ૧૦૦ પોલીસનો કાફલો પહોંચ્યો
બેકરીના ધંધાદારીને પણ બસે ઉડાવ્યો
ડ્રાઇવરને હાજર કરો પછી જ ધોરીમાર્ગ ખુલ્લો થશે
દીકરાના લગ્નનું આમંત્રણ આપવા જતા હતા
મંગળ પ્રસંગની તૈયારીએ જ મંગળવાર અમંગળ બન્યો
ટ્રાવેલ્સના ધંધાના ચક્કરથી અનેક જિંદગી છિન્નભિન્ન
સીતારામ ટ્રાવેલ્સની બસ અડફેટે ઇજનેરી છાત્રનો પણ ભોગ લેવાયો હતો
આશાસ્પદ દીકરાએ અકાળે જીવ ગુમાવતાં પરિવાર પર જાણે આભ ફાટી પડયું

વિદ્યાર્થીઓ ધ્રૂસકે ચઢતાં પરીક્ષા પણ મુલતવી રહી