• Gujarati News
  • Nakhtrana Against Vijatantra Kisanona Rigorous Tevara

નખત્રાણામાં વીજતંત્ર સામે કિસાનોના આકરા તેવર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નખત્રાણા તાલુકાના ખેડૂતોએ પીજીવીસીએલ દ્વારા કરવામાં આવતી પરેશાની સામે આકરા તેવર બતાવ્યા છે. બે માસથી ખેતીવાડીમાં વીજ ચેકિંગ ચાલી રહયું છે. તે વખતે ખોટી રીતે પરેશાન કરાય છે એવી ફરિયાદ સાથે આ વિસ્તારના નખત્રાણા, લખપત તાલુકા પંદર ખેડૂતે આજે સામૂહિ‌ક વીજ ડિવિઝન ઓફિસે આંદોલનનો પ્રારંભ કરીને ખેડૂતોએ પોતાના તેવર બતાવી દીધા છે.

નખત્રાણા તાલુકા કિસાન સંઘના પ્રમુખ મોહનભાઇ લીંબાણીની આગેવાની હેઠળ તાલુકાભરમાંથી ચાલીસ ગામના ગ્રામ પ્રમુખ જિલ્લાના અંજાર, ભુજ, માંડવી, ભચાઉ, નલિયા, રાપર, મુન્દ્રા વગેરેના કિસાન સંઘના પ્રમુખ જોડાયા હતા. સોળ પ્રશ્નો માટે નખત્રાણા તાલુકા કિસાન સંઘે આજે કચેરીએ અચોકસ મુદત માટે ધરણામાં જિલ્લામાંથી સામજીભાઇ મ્યાત્રા, હંસરાજ કેસરાણી, ધનજીભાઇ લીંબાણી, કમલેશભાઇ પટેલ, પ્રદીપભાઇ જાદવ, વેલજીભાઇ દિવાણી, ભગવાનભાઇ પાંચાણી સહિ‌ત ગ્રામ્ય પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા.

મારે સરકારના પૈસા નથી જોઇતા કહીને કામગીરી રોકાવી
ગેલડા ગામની વાડીમાં ગેટકોના કર્મચારીઓ થાંભલામાં વાયર મૂકવાની કામગીરી કરતા હતા એવામાં એક ખેડૂતે તેમના ખેતરમાં આ કામ કરવાની ના પાડતાં કર્મચારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ગેટકોના રામજી કાનજી મહેતા સહિ‌તના કર્મચારી મંગળવારે બપોરે રામભાઈ કલ્યાણ ગઢવીના ખેતરમાં થાંભલામાં વાયર લગાવતા હતા. આ કામગીરી બદલ સરકાર તરફથી જે રકમ મળે છે એ નથી જોઇતી એમ કહીને ખેડૂતે કામગીરી બંધ કરાવી હતી. કર્મચારીએ આ મુદ્દે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મુન્દ્રા પંથકમાં ખેતરોમાંથી થાંભલા નાખવા સહિ‌તની કામગીરી પ્રત્યે ખેડૂતોના રોષની ઘટનાઓ અગાઉ પણ બની ચૂકી છે.

કિસાનોને મૂંઝવતા પ્રશ્નો
ચેકિંગ સીટો રદ્ કરવી, અધૂરી ચેકિંગ સીટ અને ચેકિંગ સીટમાં સ્થળ ફેરફાર હોય રદ કરવા, ખેડૂત વીજ ગ્રાહક ઉપર ૧૩પની કલમ માટે કિસાનોને સાથે રાખવા, વીજ ચેકિંગ એક મહિ‌ના અગાઉ જે ખેડૂતોએ લોડ વધારો માંગેલ હોય તેવા કેસ રદ્ કરવા, એમ્પિયર ચેકિંગ માટે જે એકયુમિટરનો ઉપયોગ કરવામાં આવે છે તેમાં વીજગ્રાહકને વિશ્વાસ થાય તેનું પ્રમાણ આપવું, લોડ વધારામાં ટેસ્ટ રિપોર્ટ અને એગ્રીમેન્ટનો આગ્રહ ન રાખવો, ફિકસ ચાર્જ ન વસૂલતાં ફિકસ ડિપોઝિટ ચાર્જ લઇને લોડ વધારો વર્ષ ૨૦૦૬ પહેલા ૬પ૭ના પરિપત્ર મુજબ કૃષિગ્રાહક એકથી વધારે મોટર ચલાવતો હોય તો ૧૨૬ની કલમ લગાડવી, જે ચોરીમાં આવતી નથી. ચેકિંગ દરમિયાન ફિડરમાં લો વોલ્ટેજ હોય તે ચેકિંગ બંધ રાખવું. તાલુકાની અંદર ખેડૂત દ્વારા કચેરીને રજૂઆતો છતાંય જર્જરીત વાયરો, ડી.પી. સ્ટ્રકચર, હાર્ડવેર ઉપકરણો બદલવા, તાલુકાની અંદર લોડ વધારાનો કોલ રેગ્યુલર કનેકશનની ધનરાશિનું વળતર આપવું, એ.જી. કનેકશનની અંદર કેબલ તથા બળેલ ટ્રાન્સફોર્મર ૨૪ કલાકમાં બદલી આપવા, મીટરો પીજીવીસીએલની ઉપયોગિતા માટે લગાવવામાં આવે છે, તે તેમની પ્રોપર્ટી છે, જયારે આ મીટરો બળી જાય છે ત્યારે મીટરની આકારણી ખર્ચે કૃષિ ગ્રાહકો પાસે વસૂલાત કરીને બંધ થવી જોઇએ.