મુન્દ્રાના બારોઈ વિસ્તારમાંથી પાંચ દિવસથી લાપતા ચાર વર્ષની પ્રિન્સીનો હજી સુધી કોઇ પત્તો મળવા પામ્યો નથી. આ મામલે અપહરણનો ગુનો નોંધાયા બાદ પોલીસ પણ હરકતમાં આવી ગઈ હતી. બાળાને શોધવા માટે મુન્દ્રાના બંદર વિસ્તાર અને સીમાડા ખૂંદવા છતાં એની કોઇ ભાળ મળવા પામી નહોતી. આ પ્રકરણ હવે વધુ રહસ્યમય બની ગયું છે.
મુન્દ્રાના બારોઈ રોડ વિસ્તારમાં આવેલા સૂર્યાનગરમાં રહેતા પપ્પુ કાશીરામ અહેરવાલની ચાર વર્ષની પુત્રી પ્રિન્સી વિશે રવિવારે મુન્દ્રા મરીન પોલીસમાં તેના લાપતા થયાની નોંધ કરાઈ હતી.
સોમવારે તેના અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. તપાસ ચલાવતા સીપીઆઇ વાય.એસ. પઠાણે કહ્યું કે, પોલીસની ટીમ દ્વારા બાળકીને શોધવા માટે મુન્દ્રાના નવા-જૂના બંદર વિસ્તારો અને સીમ વિસ્તારમાં તપાસ
કરવામાં આવી છે, છતા તેનો કોઇ પત્તો મળી શક્યો નથી.
ફોટો ન મળતાં વર્ણનના આધારે તપાસ
સફેદ-પીળા રંગના ડિઝાઇનવાળો ફ્રોક પહેરેલી શ્યામ વર્ણની પ્રિન્સીનો કોઇ ફોટો મળી ન આવતાં પોલીસે તેના વર્ણનના આધારે તપાસ આગળ વધારી છે. કોઇને તેની ભાળ મળે તો પોલીસ કન્ટ્રોલ રૂમને (૦૨૮૩૨) ૨પ૦૯૬૦ નંબર પર જાણ કરી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.