• Gujarati News
  • Mudhavaya Have Four Cases Of Crime Against The Killing Of Nilgai

મુધવાય પાસે નીલગાય હત્યા કેસમાં ચાર સામે ગુનો દાખલ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વનતંત્ર દ્વારા ધીમીગતિએ કામગીરી થતી હોવાની લોકરાવ

લખપત તાલુકાના નવાનગર અને મુધવાય વચ્ચેના સિમાડામાં ગુરુવારે રાત્રે બનેલા નીલગાય હત્યાના બનાવના બીજા દિવસે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા માત્ર ચાર વ્યક્તિ સામે ગુનો દાખલ કરાયો છે જેના સામે કાર્યવાહી કરાશે, તો બીજીતરફ શુક્રવારે વનતંત્ર દ્વારા માત્ર લોકોના નિવેદનો જ નોંધ્યા સિવાય અન્ય કોઇ કામગીરી ન કરાઇ હોવાનું વર્તુળોમાંથી જાણવા મળ્યું છે.

ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે નીલગાય હત્યાનો ગુનો નોંધી તપાસ કાર્યવાહી શરૂ કરાઇ હોવાનું દયાપર ઉત્તર વનવિભાગના આર.એફ.ઓ. જોગલે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે,આજે જે લોકો સ્થળ પર ગયા હતા, તે લોકોના નિવેદનો લેવાની કામગીરી કરી છે, તેમજ હજુ અન્યલોકોના નિવેદનો લેવાના બાકી છે, જે વાડી વિસ્તારમાંથી મૃત નીલગાયના અવશેષો તેમજ હત્યામાં વપરાયેલાં કુહાડી તથા અન્ય સાધનો જે સ્થળે લોકોએ નજરે નિહાળ્યાં હતાં,
જેના પરથી મીઠુ ઉમર ભડાલા (કોરિયાણી), ઉમર નૂરમામદ જત, ઓસમાણ નૂરમામદ જત અને અલ્લા વરિયા હાજીકારા (મુધવાય) સામે ગુનો નોંધ્યો છે. જોકે, વાડી માલિકનું નિવેદન પણ હજી લીધંુ બાકી હોવાનું જાણવા મ¬ો છે.

પોલીસની મદદ લ્યો
નીલગાય હત્યાના બનાવને પગલે સોનલપર રહેતા કચ્છ જિલ્લા વિવેકાનંદ યુવા કેન્દ્રના પ્રમુખ જયેશદાન ગઢવી, પાનધ્રો સરપંચ વિક્રમસિંહ સોઢા, તા.પં.નાં સભ્ય જવાહર રામદયા, શંકરદાન ગઢવીનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, વનતંત્રથી સજજડ કાર્યવાહી ન થઇ શકતી હોય, તો પોલીસની મદદ પણ હજી સુધી કેમ લેવાઇ નથી તેવો સવાલ કરાયો હતો.