• Gujarati News
  • Modi's Meeting Prior To The 100 Police Personnel Will Deesa

મોદીની સભા માટે પૂર્વ કચ્છમાંથી ૧૦૦ પોલીસ કર્મચારી ડીસા જશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-મોદીની સભા માટે પૂર્વ કચ્છમાંથી ૧૦૦ પોલીસ કર્મચારી ડીસા જશે
-ઓછા સ્ટાફ વચ્ચે જિલ્લા બહારનો બંદોબસ્ત પડયા પર પાટુ સમાન
કચ્છમાં કથળેલી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વચ્ચે મોટી સંખ્યામાં જવાનોને કચ્છ બહાર જવાના નિર્ણયથી કયાંક ક્યાંક તો પોલીસ સ્ટેશન પણ સૂનકાર થઇ જાય તેવો તાલ સર્જા‍શે
ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દિવાળીના સપરમા તહેવાર વચ્ચે લાખો રૂપિયાની ચોરી કરીને તસ્કરોએ નવાં વર્ષને વધાવ્યું છે, ત્યારે પૂર્વ કચ્છ પોલીસના ઓછા સ્ટાફની સ્થિતિ વચ્ચે ૭૦ પોલીસ કર્મચારી ઉપરાંત ૧૦ મહિ‌લા કર્મી અને ર૦ અધિકારીકક્ષાના પોલીસ મુખ્યમંત્રીના બંદોબસ્તમાં ડીસા જવાના છે. આગામી ૧૦મી તારીખે ડીસામાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની જાહેર સભા તથા પાલનપુરમાં બનાસ ડેરીના ઉદ્ઘાટનના બંદોબસ્તમાં આ કર્મચારીઓને મોકલવામાં આવી રહ્યા છે.
પૂર્વ કચ્છ પોલીસ બેડાંમાં ખાસ કરીને ગાંધીધામ સંકુલના એ અને બી ડિવિઝન ઉપરાંત આદિપુર અને કંડલા તથા પાસે આવેલાં અંજાર ડિવિઝનમાં પણ દિવસેને દિવસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે, ત્યારે મોટી સંખ્યામાં આ રીતે પોલીસ કર્મચારીઓ જિલ્લા બહાર જવાના કારણે લગભગ દરેક પોલીસ સ્ટેશન ખાલી થઇ જાય તેવી સ્થિતિ ઊભી થઇ છે. પૂર્વ કચ્છ પોલીસ બેડાંમાં અને તેમાં પણ ખાસ કરીને ગાંધીધામ સંકુલમાં દિવસ અને રાતની ઘરફોડ ઉપરાંત ચોરી-લૂંટ અને સામાન્ય હિંસાના બનાવમાં વધારો થયો છે, ત્યારે ઓછા તથા નબળા પોલીસ સ્ટાફના લીધે કાયદાના રક્ષકોનું મોરલ જેટલું નીચું અને ઝડપથી ઉતર્યું છે, તેટલી જ ઝડપથી ઉંચે ટપોરીઓ અને તસ્કરોનું મોરલ ઉપડયું છે.
ગાંધીધામ સંકુલમાં પોલીસની હાજરી વરતાતી નથી અને હાજરી હોય તો તેની બીક તસ્કરો કે અન્ય ગઠિયાઓને લાગતી નથી. એક દિવસના મુખ્યમંત્રીના બંદોબસ્તમાં ૧૦૦ પોલીસ કર્મચારી-અધિકારીને ડીસા-પાલનપુર જવાનું હોવાથી એક દિવસ પહેલાંથી જ એટલે કે, ૯મી નવેમ્બર તથા કાર્યક્રમના એક દિવસ બાદ ૧૧મી નવેમ્બર એમ કુલ ત્રણથી ચાર દિવસ સુધી પૂર્વ કચ્છ પોલીસ બેડાંને કર્મચારીઓની અછત સાલશે. આ દરમિયાન તસ્કરો પણ આ નબળી સ્થિતિનો લાભ ઉઠાવે તો નવાઇ ન પામતા