• Gujarati News
  • Congress Mission Overload In Abdasa Taluka Of Kutchh District Many Congress Memeber Arrested

ભુજ: કોંગ્રેસના 'મિશન ઓવરલોડ'થી સાવધ બની કંપનીઓ, એકેય ગાડી ન પકડાઈ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(કોંગ્રેસે આપેલા ઓવરલોડ વિરૂધ્ધના અભિયાનમાં જોડાયેલા સભ્યોની તસવીર)
ઓવરલોડના કારણે અબડાસા તાલુકાના રસ્તાઓનો કચ્ચરધાણ વળી ગયો હતો
નલીયા અને બંરદા ચોકડી પર લોકોના સહકાર સાથે કોંગ્રેસી કાર્યકરોએ તમામ ગાડીઓનું ચેકીંગ કર્યું
કંપનીઓને અગાઉથી જાણ થઇ ગઇ હોવાથી અંડરલોડ માલ જ ભરાયો

ભુજ: સિમેન્ટ કંપનીઓ દ્વારા કરાતા ઓવરલોડના કારણે અબડાસા તાલુકાના રસ્તાઓનો કચ્ચરધાણ વળી ગયો હતો. તે સાથે જ નાના ધંધાર્થીઓની રોજગારી છીનવાઇ ગઇ હતી. આ બધા પ્રશ્નોના નિવારણ માટે કોંગ્રેસે આજથી 15 દિવસ સુધી ખુદ ચેકીંગ કરવાના એલાન સાથે નલીયા અને બરંદા ચોકડી પર 400 જેટલા કાર્યકરો અને લોકોને સાથે રાખીને કંપનીઓમાંથી આવતી તમામ ગાડીઓનું ચેકીંગ આદરર્યું હતું. જોકે એક પણ ગાડી ઓવરલોડ ન પકડાતા આશ્ચર્ય ફેલાયું હતું. કોઇ અનિઇચ્છનીય ધટના ના બને તે માટે પોલીસ કાફલો અને આરટીઓના અધિકારી પણ સાથે રહ્યા હતા.
આ બાબતે મળતી વધુ વિગતોમાં આજ સવારથી નલીયા અને બંરદા ચોકડી પર સ્વંય સેવકો દ્વારા ચેકીંગ આરંભાયું હતું. પરંતુ તમામ ગાડીઓ અંડરલોડ મળી આવી હતી.આ અંગે તપાસ કરતા માલુમ પડયું હતું કે,કંપનીઓને ચેકીંગ કરવાની વાત માલુમ હોતા આજે જાણીબુઝીને જ ઓછો માલ ભરીને દેવાયો છે. અંદાજીત 2 કલાક સુધી ચેકીંગ કરાયું હતું. કોઇ દુધર્ટના ન ધટે તે માટે 35 પોલીસ જવાનો,વાયોર,નલીયા,જખૌના ત્રણ પીએસઆઇ સહીત આરટીઓના ઇન્સપેકટરનો કાફલો પણ હાજર રહ્યો હતો. હાજીપીર તરફથી આવતી મીઠાભરેલી ગાડીઓ પણ બંધ રાખવામાં આવી હતી એવું જાણવા મળ્યું હતું.
આગળ વાંચો, શાંતિના ભંગ બદલે પોલીસે 20 કાર્યકરોની કરી અટક