• Gujarati News
  • Meddel Summer Counties With Rain Nakhtrana, Somewhere Large Hail

ભરઉનાળે નખત્રાણા તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નખત્રાણા: કચ્છમાં બે દિવસથી આકરા ગરમી બાદ શુક્રવારે બપોરે પ.કચ્છના નખત્રાણા તાલુકાના કેટલાક ગામોમાં ભારે પવન અને ગાજવીજ સાથે થોડા સમય માટે વરસાદ પડતાં ચૈત્ર માસમાં જાણે અષાઢી માહોલ છવાઇ ગયો હતો, જેના લીધે લોકોને તાપમાંથી મુક્તિ મળી હતી.
Paragraph Filter
- ક્યાંક મોટા કરા પડ્યા, વિથોણ પંથકમાં એક ઇંચ પાણી પડ્યું
આ અંગે મળતી વિગતો અનુસાર બપોરે એકાદ વાગ્યાના અરસામાં અચાનક કાળા ડીબાંગ વાદળો આવી ચડ્યાં હતાં અને જોતજોતામાં ગાજવીજ સાથે મોટા મોટા છાંટા પડવાનું શરૂ થયું હતું. કેટલાક ગામોમાં તો વોકળામાં જોશભેર પાણી વહી નીકળ્યાં હતાં.
તાલુકાના ધાવડા, નાના અંગિયા, સાંગનારા, વિથોણ, દેવપરમાં વિશેષ પાણી પડ્યું હતું, તો દેવપર અને વિથોણ અાસપાસ બરફના કરા પડ્યા હતા, જેના લીધે વાડીઓમાં નુકસાની થાય તેવો ભય કૃષિકારોએ વ્યક્ત કર્યો હતો. બીજીતરફ આકરા તાપ બાદ વરસેલા વરસાદથી ગ્રામજનો ખુશ થયા હતા અને ન્હાવા નીકળી પડ્યા હતા. અલબત, માંડ અડધો કલાક સુધી જોરદાર છાંટા ચાલુ રહ્યા હતા. બીજીતરફ બન્ની પંથકના કેટલાંક ગામોમાં પણ હળવાં ઝાપટાં પડ્યાંના અહેવાલ મળી રહ્યા છે. સાંજના અહેવાલ મુજબ 6 વાગ્યાના આસપાસ જોરદાર પવન સાથે ઝાપટાં પડ્યાંના વાવડ છે.
એરંડા, કપાસ, ઇસબગુલને નુકસાની, મગફળીને ફાયદો

ખેતીના પોકેટ સમાન આ વિસ્તારમાં કમોસમી વરસાદથી કેટલાક પાકોને ભારે નુકસાન થવાનો ભય ખેડૂતો દ્વારા વ્યક્ત કરાયો છે. વિથોણ આસપાસ ખેતરોમાં ગોઠણ સુધી પાણી ભરાતાં એરંડા અને કપાસ કે જે છેલ્લા તબક્કામાં છે, તેને અને ઇસબગુલને સંપૂર્ણ નુકસાની થશે, તેવું આગેવાન શાંતિલાલ નાયાણીએ જણાવ્યું હતું. કેરીના પાકમાં નુકસાની થશે, તે સાથે મગફળીમાં ફાયદો થાય તેવું જાણવા મળ્યું છે.
સ્થાનિકે પ્રેસર બનતાં પડ્યાં ઝાપટાં

આ અંગે હવામાન વિભાગના નિષ્ણાત સાથે વાત કરતાં તેઓએ સ્થાનિકે થયેલાં પ્રેસરને કારણે વાદળો વરસી પડ્યાં હોવાનું જણાવ્યું હતું. અન્ય વિસ્તારો પણ આ રીતે કરા પડી શકે તેવી આગાહી પણ કરાઇ છે.
'આગળની સ્લાઈડ્સ' માં વધુ તસવીરો જોવા માટે ક્લિક કરો...