વાલ્મીકિ સમાજના લગ્નોત્સવમાં ૧૧ યુગલે માંડયાં પ્રભુતામાં પગલાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામ-આદિપુરના વાલ્મીકિ સમાજ દ્વારા યોજાયેલા દ્વિતીય સમૂહ લગ્નોત્સવમાં ૧૧ નવદંપતીએ પ્રભુતામાં પગલાં માંડી સાંસારિક જીવનની શરૂઆત કરી હતી, જેમાં દાતાઓ દ્વારા સમાજની દીકરીઓને ૩પથી વધુ જીવન જરૂરિયાતની વસ્તુ કરિયાવરમાં આપવામાં આવી હતી. આ તકે સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આદિપુરના સ્વામી લીલાશાહ કુટિયા ખાતે યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં સવારે ૬:૩૦ના જુદા-જુદા સ્થળેથી આવેલી જાનનું વાજતે-ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ એક સાથે ૧૧ જેટલા યુવક-યુવતી એકસાથે લગ્નના તાતણે બંધાયાં હતાં. આ તકે સાંસદ પૂનમબેન જાટ, ધારાસભ્ય રમેશ મહેશ્વરી, સુધરાઇના પ્રમુખ સુરેશભાઇ શાહ, પૂર્વ પ્રમુખ મીનલબેન ભાનુશાલી , વિપક્ષી નેતા સંજય ગાંધી સહિ‌ત સંતો-મહંતોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવજીવનની શરૂઆત કરનારાં દંપતીઓને આર્શીવચન પાઠવ્યાં હતાં. સમાજના દાતાઓ દ્વારા તમામ કન્યાઓને જીવનોપયોગી ૩પ જેટલી વસ્તુ કરિયાવરમાં અપાઇ હતી.