કચ્છની પ્રજાને ચાલુ વર્ષે વહેલાસર કેરી ખાવા મળશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેવપર (ગઢ)માં ૨૦ જેટલા આંબાના ઝાડ પર લચે છે મોર ખેડૂતો-કૃષિ તજજ્ઞો અચંબિત માંડવી, નખત્રાણા અને અબડાસા તાલુકાના ત્રિભેટે આવેલા દેવપુર (ગઢ) પંથકના મહેનતકશ ખેડૂતોની બાગાયતી ખેતી ચોમેર વખણાય છે. દેવપુર (ગઢ)ની વાડીમાં છેલ્લા એકાદ માસથી વગર સિઝનમાં ૨૦થી વધુ આંબાના ઝાડ પર મોર લચકતાં દેખાય છે. આ ઘટનાથી પંથકના લોકો અચંબામાં પડી ગયા છે. હાલ તો ચાલુ વર્ષે કચ્છની પ્રજાને વહેલાસર કેરીઓ ખાવા મળી રહેશે. ઉનાળાની ઋતુમાં સૌ વાડીઓમાં કેરીઓ એમાય કેસર કેરીના ઝાડ ઉપર લીલીચટક કેરીઓ લચી પડે છે. જે ખાવાનો આનંદ અનેરો છે. જાણકારોના મતે આંબા ઉપર કેરીઓ આવે એ પહેલાં એના ઉપર કેરીઓના મોર લચે છે. તેમાંથી કેરીઓ બને છે, પરંતુ આ વર્ષે પાંચ મહિ‌ના અગાઉ દેવપુર (ગઢ)ની વાડીમાં આંબાના મોર આવતાં આશ્ચર્ય પમાડે તેવી ઘટના બની છે. એમાય એક ઝાડ ઉપર નહીં, પરંતુ ૨૦થી ૨પ ઝાડમાં મોરે દેખા દેતાં કુદરતી કમાલનો અદ્ભૂત નજારો જોઇ સૌ અચંબામાં મૂકાયા છે. દેવપુર (ગઢ) અને ગઢશીશાની વચ્ચે આવેલાં કોઠારી ફાર્મના માલિક દિલીપભાઇ લીલાધરભાઇ ઠકકરની વાડીમાં ત્રણ હજાર ઉપર આંબાના ઝાડ છે. કોઠારી ફાર્મના નાની મઉંના સુપરવાઇઝર રામસંગજી ભગવાનજી જાડેજાએ જણાવ્યું હતું કે, આ વર્ષે કુદરતી બક્ષીસ અથવા વાતાવરણની અસર, ગ્લોબલ વોર્મિંગની અસર તળે સપ્ટેમ્બર માસમાં લગભગ વીસથી પચીસ ઝાડ ઉપર મોર લચે છે. જેથી ચાલુ વર્ષે કચ્છીઓને વહેલી કેરીઓ ખાવા મળશે તેવું લાગી રહ્યું છે ? સામાન્યત: આંબાઓમાં મોર જાન્યુઆરી માસમાં આવે છે આ અંગે રત્નાપરના ખેડૂત અગ્રણી તથા બાગાયતી ખેતીના અવનવા પ્રયોગો થકી સજીવ ખેતીના તજજ્ઞ સરદાર પટેલ કૃષિરત્ન એવોર્ડ વિજેતા કાંતિલાલ ભીમાણીએ જણાવ્યું હતું કે, કેરીની સિઝન ઉનાળાની છે, જેથી સામાન્યત: આંબાઓમાં મોર જાન્યુઆરી માસમાં આવે છે.