• Gujarati News
  • Management Trainee Doctors In 70 Games Against Bhuj Hunkara

ભુજમાં ગેઇમ્સના 70 તાલીમાર્થી તબીબોનો મેનેજમેન્ટ સામે હુંકાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ : હોસ્ટેલ ફી રૂા.26 હજાર કરી દેવા સામે હડતાળ પર ઉતરેલા તાલીમાર્થી ડોક્ટર દ્વારા શુક્રવારે 9મા દિવસે ગાંધીગીરી કરીને મેનેજમેન્ટને ગેટ વેલ સૂનના કાર્ડ અપાયા હતા તથા જો શનિવાર બપોર સુધી ગેઇમ્સ કોઇ નિર્ણય નહીં લે, તો ઉપવાસ આંદોલન ચાલુ કરાશે તેવી ચીમકી ઉચ્ચારાઇ હતી.
- બપોર સુધી નિર્ણય નહીં , તો આજથી ઉપવાસ
- ગાંધીગીરી સાથે મેનેજમેન્ટને અપાયા "ગેટ વેલ સૂન'ના કાર્ડ
- આખી રાત ડિન ઓફિસ સામે બેસીને ચાલુ રખાયો વિરોધ
સવારે 8 વાગ્યાથી તાલીમાર્થી તથા તેના સહયોગમાં જોડાયેલા જુનિયર બેચના છાત્રો ડિન ઓફિસ સામે બેસી ગયા હતા. ડો. જ્ઞાનેશ્વર રાવ આવ્યા ત્યારે તેમને સૌએ "ગેટ વેલ સૂન'ના કાર્ડ આપીને ગાંધીગીરી કરી હતી. ઇન્ટર્નીએ જણાવ્યું હતું કે, જો હવે મેનેજમેન્ટ નિર્ણય નહીં લે, તો બપોર બાદ ઉપવાસ કરાશે.
આજે પણ મેં સમજાવવાનો પ્રયાસ કર્યો હતો : ડાે.રાવ
આ અંગે મેડિકલ ડાયરેક્ટર ડો. રાવે જણાવ્યું હતું કે, શુક્રવારે પણ મે તાલીમાર્થીને સમજાવ્યું હતું કે, અમે તમારી માગણીને અનુલક્ષીને તમામ ઓપ્શન જોઇ લીધા છે, પણ અમને મુકાયેલી માંગ સંતોષવી પોષાય એમ નથી. આમ છતાં તેઓ અભ્યાસ તથા તાલીમ બગાડી રહ્યા છે, જો તેઓ ઉપવાસ પર ઉતરવાના હોય, તો અમને કંઇ જાણ નથી.