મઢનાં ટ્રસ્ટીઓની બેઠક : મઢમાં યાત્રિકોને તકલીફ ન પડે તે જોજો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઇલ તસવીર)
- મઢમાં યાત્રિકોને તકલીફ ન પડે તે જોજો
- માતાનામઢમાં નવરાત્રિ આયોજન માટેની બેઠક યોજાઇ


દયાપર : આગામી તા.24/9ના ઘટસ્થાપન સાથે પ્રારંભ થતાં અશ્વિન નવરાત્રિ પર્વની ઉજવણી અંતર્ગત કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ ખાતે આ પર્વ દરમિયાન આવનારા લાખો ભાઇભક્તને કોઇ અગવડ ન પડે, તેના આગોતરા આયોજન માટેની બેઠક યોજાઇ હતી, જેમાં જાગીરના ટ્રસ્ટીઓ તેમજ વિવિધ કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
માતાના મઢ જાગીર ટ્રસ્ટ ખાતે આગામી તા.27/9ના પ્રારંભ થતાં અશ્વિન નવરાત્રિ પર્વ દરમિયાન દર વર્ષની જેમ ખાનગી વાહનો તેમજ પદયાત્રા દ્વારા આવતા માઇભક્તોને કોઇ અગવડ ન પડે, તે માટે નખત્રાણા પ્રાંત અધિકારી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી, જેમાં નવરાત્રિ પર્વ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય, તે માટે પૂરતા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત, ગ્રામ પંચાયત દ્વારા અહીં આવનારા ધંધાર્થીઓને પ્લોટ ફાળવણી કરવી, તેવી સૂચના સાથે જે ધંધાર્થી આવે તેના જરૂરી આધાર-પૂરાવા સાથે નવરાત્રિ દરમિયાન જે પણ ધંધાર્થીને પ્લોટ ફાળવવામાં આવે, તે જ ધંધાર્થી સિવાય આવા પ્લોટો અન્યને વેચે નહીં તેવી ખાસ તાકીદ કરી હતી.

ક્લોરીનયુક્ત પાણી વાપરવામાં આવે તથા અારોગ્ય વિભાગ દ્વારા પણ ચકાસણી કરવાની સાથે કેમ્પોમાં પ્લાસ્ટિકના કપ કે ગ્લાસના બદલે કાગળના ડિસ્પોઝેબલ ગ્લાસનો ઉપયોગ કરવા સૂચના આપી હતી. વીજતંત્ર દ્વારા નવરાત્રિ દરમિયાન પૂરતા પ્રમાણમાં વીજપુરવઠો આપવાની સાથે કોઇ વિક્ષેપ ન સર્જાય, તેવું સૂચન કર્યું હતું. ગ્રા.પં. દ્વારા અંદાજે 235 જેટલા પ્લોટની ફાળવણી કરાશે. નવરાત્રિ દરમિયાન દર્શનાર્થી ભાવિકો ગેટ નં. 4 પરથી પ્રવેશ કરી માતાજીના દર્શન કરીને બાદમાં ગેટનં. 1 તેમજ 2 દ્વારા બહાર જઇ શકશે. અશ્વિન નવરાત્રિ અંતર્ગત યોજાયેલી બેઠકમાં નખત્રાણા ડીવાયએસપી ચિંતન તરૈયા, દયાપર મામલતદાર રાજગોર, એસટીના વડા બી.સી. જાડેજા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વાંચો આગળ, મંદીરનો સમય શું રહેશે, એસટી કંટ્રોલ પોઇન્ટ અંગે હજી પણ અવઢવ ...