ભુજમાં વિકૃત યુવકની હરકતથી મહિ‌લાઓમાં ફફડાટ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આર.ટી.ઓ. રિલોકેશનમાં ધોળા દિવસે ચેનચાળા કરતા મનોવિકૃતને પકડી પાડવા માંગ શહેરની આર.ટી.ઓ. રિલોકેશન સાઇટમાં ધોળા દિવસે ધસી આવતા એક વિકૃત યુવકની હરકતોએ ત્યાંના રહીશોમાં ચિંતા જગાવી છે. આ યુવકનું નિશાન નાની બાળાથી માંડી યુવતી કે મહિ‌લાઓ બતની હોવાથી સ્ત્રી વર્ગમાં રીતસર ફફડાટ ફેલાયો છે. જોકે, દોઢેક મહિ‌ના પૂર્વે એકાદી ઘટના બન્યા પછી છેલ્લા ત્રણેક દિવસ દરમિયાન વિકૃત હરકતના ઉપરા ઉપરી બનાવો બનતાં ચોંકી ઉઠેલા જાગૃત રહેવાસીઓએ તાલુકા પોલીસમાં ધા નાખી હતી. આ વિસ્તારના રહીશોના જણાવ્યા મુજબ કયારેક મોટર સાઇકલ તો કયારેક ફોર વ્હીલરમાં આવતો આ યુવક ત્રણેક દિવસ પહેલાં બગીચા પાસેના વિસ્તારમાં એક ઘરે ઘૂસી ગયો હતો, ત્યારે મહિ‌લાએ બૂમાબૂમ કરતાં લોકો એકઠા થાય તે પૂર્વે નાસી છૂટયો હતો. મોટા ભાગે બપોર પહેલાં પુરુષ વર્ગ જયારે નોકરી પર હોય તે અરસામાં આ મનોવિકૃત આવતો હોવાથી મહિ‌લાઓ પોતાને અસુરક્ષિત અનુ ભવે છે. દરમિયાન રિલોકેશન સાઇટના તળાવ પાછળ વસાહતની સોસાયટીના પ્રમુખ એન.કે.રાઠોડ સહિ‌તના પપ જેટલા પરિવારે આ વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગ કરવા અને વિચિત્ર ચેનચાળા કરતાં યુવકને પકડી પાડવા જરૂર પડયે પોલીસ બંદોબસ્ત ગોઠવવા પોલીસ અધિક્ષક સમક્ષ પત્ર પાઠવીને રજૂઆત કરી હતી.