- ગોરેવલીમાં બન્ની-પચ્છમ જો લોકજીવન અંગે સેમિનાર
કચ્છી સાહિત્ય અકાદમી-ગાંધીનગર, કચ્છી કલા સાહિત્ય સંઘ-નખત્રાણા અને સહજીવન-ભુજના સંયુકત ઉપક્રમે બન્ની-પચ્છમ જો લોકજીવન વિષય પર સેમિનાર ગોરેવાલીમાં યોજાયો હતો. બન્નીની સંસ્કૃતિનું જતન થવું જોઇએ અને તે વિશ્વ સમક્ષ ઉજાગર થવી જોઇએ અને આવા કાર્યક્રમમાં સ્થાનિક શિક્ષિત યુવાપેઢી રસ લેશે તો જ આ સંસ્કૃતિનું જતન થઇ શકશે એવો સૂર વકતાઓએ વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં કાંતિ ગોર, કીર્તિ ખત્રી અને જયંતી જોષી 'શબાબ’, મીરખાન મુતવા, મિયાંહુસેન, રમજાન હાલેપોત્રા, માધવ જોષી રહ્યા હતા. આ તકે વિશ્રામ ગઢવીએ બન્ની-પચ્છમનો ઇતિહાસ, અબ્દુલ બાસિત મુતવાએ બન્ની-પચ્છમનો પહેરવેશ, અબ્દુલ અઝિઝ ખત્રીએ બન્ની-પચ્છમની બોલી તથા અબ્દુલ ગની સમાએ બન્ની-પચ્છમની રહેણી-કરણી તથા રીત-રિવાજ પર પોતાના અભ્યાસલેખ રજૂ કર્યા હતા. બીજા સત્રમાં નારાયણ જોષી 'કારાયલ’ની ઉપસ્થિતિમાં કલાધર મુતવાએ બન્ની-પચ્છમનું લોક સાહિત્ય, રોહિણી કોટકે બન્ની-પચ્છમની હસ્તકલાઓ રજૂ કરી હતી. ઇશા હુસેન મુતવાએ સ્વાગત પ્રવચન, જ્યારે રશીદ સમાએ આભારવિધિ કરી હતી.