ભુજમાં લેવા પટેલ ઉદ્યોગ સાહસિકોનું વેચાણ પ્રદર્શન શરૂ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- જ્ઞાતિના ઇતિહાસમાં પ્રથમવાર એકમંચ કરવાનો પ્રયાસ

લેવા પટેલ સમાજના ઉદ્યોગ સાહસિકોને જ્ઞાતિના ઇતિહાસમાં પ્રથમવાર એકમંચ કરવાના ભાગ રૂપે ભુજના મિરજાપર હાઇવે પર આજે શુક્રવારથી ત્રિદિવસીય વેપાર પ્રદર્શનનો આરંભ થશે, જેમાં ૧૩પ જેટલા સ્ટોલનું આગોતરું બુકિંગ થઇ જતાં ભાગ લેનારા વેપારીઓનો ઉત્સાહ બેવડાયો છે.

તા. ૨૭/૪ સુધી ચાલનારાં આ એક્ઝિબિશનને આજે સવારે ૯ કલાકે સ્વામિનારાયણ મંદિરના મહંત ધર્મનંદનદાસજીના હસ્તે ખુલ્લું મુકાશે. આ અવસરે સમાજના તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે. પ્રથમવાર આયોજિત આ વેચાણ મેળામાં મહિ‌લાઓને પ્રોત્સાહિ‌ત કરવા વિનામૂલ્યે સ્ટોલ ફાળવાયા છે, જેમાં ફાસ્ટ ફૂડની વિવિધ વેરાયટીઓ તેમજ ટ્રોલી બેગ, હસ્તકળા અને માટીકળાના નમૂના વેચાણાર્થે મુકાશે. આ ઉપરાંત ખેતીને લગતા તેમજ અન્ય સ્ટોલ ઊભા કરાયા છે.

આયોજકોએ આપેલી માહિ‌તી મુજબ શમિયાણામાં અલગથી બનાવાયેલા ખંડમાં યુવાનોને ઉદ્યોગ શરૂ કરવાથી લઇને તેના ફાયદા તેમજ જોખમના પરિબળો વિશે નિષ્ણાતો દ્વારા દૃશ્ય-શ્રાવ્ય ઉપકરણો સાથે માર્ગદર્શન આપવામાં આવશે, જેના અંતે પ્રશ્નોત્તરી પણ યોજાશે. આ તકે મૂળ કચ્છના એનઆરઆઇ બિઝનેસમેનને જોડવા માટે ખાસ ડિરેક્ટરી બનાવાશે, જેમાં પ્રદર્શનમાં ભાગ લેનારા તેમજ મુલાકાત લેનારા જ્ઞાતિજનોની વિગતો સમાવી લેવાશે.