તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભચાઉના લઠ્ઠાકાંડે અમદાવાદના ભયંકર લઠ્ઠાકાંડની યાદ અપાવી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- સુધારાયેલા પ્રોહિ‌બિશન એક્ટ હેઠળ રાજ્યમાં ગુનો નોંધાયાની પ્રથમ ઘટના
- અમદાવાદમાં લઠ્ઠાકાંડ થયા પછી વર્ષ ૨૦૦૯માં કાયદામાં સુધારો થયો હતો
- કડક પગલાં લેવાની સાથે ફાંસીની સજાની પણ જોગવાઈ


રાજ્યમાં પ્રોહિ‌બિશનના કાયદામાં આવેલા સુધારામાં સજાની કડક જોગવાઈ કરવામાં આવી હતી. ભચાઉમાં સર્જા‍યેલા લઠ્ઠાકાંડના સૂત્રધારો સામે આ કાયદાની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો, એ કદાચ ગુજરાતની પ્રથમ ઘટના માનવામાં આવી રહી છે. કાયદામાં સુધારો થયા બાદ એમાં આરોપીઓને ફાંસી સુધીની સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે.

વર્ષ ૨૦૦૯માં બોમ્બે પ્રોહિ‌બિશન એક્ટના એમેન્ડમેન્ટ પર ગવર્નનરે મંજૂરીની મ્હોર મારી હતી. કાયદા પ્રમાણે દારૂ બનાવવા, વેચવા અને ખરીદવા પર કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે. ગંભીર પ્રકારના સંજોગોમાં તો આરોપીને ફાંસીની સજાની પણ જોગવાઈ રહેલી છે. વર્ષ ૨૦૦૯ના જુલાઈમાં અમદાવાદમાં લઠ્ઠાકાંડ સર્જા‍યો હતો, જેમાં ૧૨૦થી વધુ લોકોનાં મોત થયાં હતાં.

સેંકડો લોકોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાએ સરકારને હચમચાવી દીધી હતી. બાદમાં કાયદામાં સુધારો લાવવાની ડિમાન્ડ થઈ અને છેવટે વિધાનસભામાં બિલ પાસ થયું હતું. જોકે, જાણકારોનું માનીએ તો કાયદામાં આ સુધારો આવ્યા બાદ રાજ્યમાં કોઇ લઠ્ઠાકાંડ સર્જા‍યો નહીં, ભચાઉમાં બનેલી ઘટનાએ અમદાવાદનો ભયંકર લઠ્ઠાકાંડ યાદ અપાવી દીધો છે. આ કાયદા પ્રમાણે પોલીસે ગુનો નોંધીને ચાર લોકોને સકંજામાં લીધા હતા. સુધારાયેલા કાયદા મુજબ ગુનો નોંધાયાની ભચાઉમાં પહેલી ઘટના બની હોવાનું માનવામાં આવે છે.