ભચાઉમાં લઠ્ઠાકાંડ: 5નાં મોત થતાં ખળભળાટ વ્યાપી ગયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- રબારી સમાજના એક જ પરિવારના ચાર લોકો ભોગ બન્યા, જેમાંથી એકે જીવ ગુમાવ્યો
- ૨ દિવસ પહેલાં પણ થયેલાં ૪મોત પાછળ લઠ્ઠાકાંડ જવાબદાર હોવાની આશંકા


ભચાઉના જૂના વાડા વિસ્તારમાં ચાલતા દેશીદારૂના વેપલામાં દારૂ પીધા બાદ પાંચ લોકોનાં મોત થતાં ખળભળાટ વ્યાપી ગયો હતો. આ લઠ્ઠાકાંડમાં ત્રણની હાલત ગંભીર બની હોવાનું જાણવા મળે છે. આ બનાવને પગલે વાગડ પંથકમાં દારૂની વકરેલી બદીનું ભયાનક ચિત્ર સામે આવતાં પોલીસ તંત્ર સામે પણ આક્રોશની લાગણી વ્યાપી ગઈ હતી. ભચાઉના પરાંવિસ્તારમાં વોર્ડ-૯માં આવેલા અને નેશનલ હાઈવે નજીકના જૂનાવાડા વિસ્તારમાં મંગળવારે લઠ્ઠાકાંડનો બનાવ બન્યો હતો.

આ વિસ્તારમાં વેચાતો દેશીદારૂ પીધા બાદ સુજાભાઈ કરસનભાઈ રબારી(૪પ)નું મોત નીપજ્યું હતું. અન્ય લોકો પણ આ લઠ્ઠાકાંડનો ભોગ બન્યા હતા, જેમાં દારૂ પીધા બાદ કેટલાક લોકો ચાલવા, જોવામાં તકલીફ અને શરીરે અશક્તિ જોવા મળતાં પહેલાં ભચાઉ અને બાદમાં ગાંધીધામ ખસેડવામાં આવ્યા હતા. જૂનાવાડા વિસ્તારમાં મંગળવારે ૩૦ લોકોએ દારૂ પીધો હતો, જે પૈકી પાંચ લોકોએ જીવ ગુમાવ્યાને સમર્થન મળી રહ્યું છે.

આ અહેવાલની વધુ વિગતો વાંચવા આગળ ક્લિક કરો...