• Gujarati News
  • Lakhpat Taluka Kotada Madha Recession Materialized Cikanaguniyana

લખપત તાલુકાનું કોટડા મઢ સપડાયું ચિકનગુનિયાના ભરડામાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એક માસમાં ૧પ૦૦ જેટલા દર્દી દવાઓ લઇ ચૂક્યા
રવિવારે ૧પ૦ દર્દીએ રવાપર, મા. મઢ તેમજ દયાપર ખાતે સારવાર લીધી


અછતગ્રસ્ત જાહેર થયેલા લખપત તાલુકામાં મૂંગા પશુઓ માટે ઘાસચારા તેમજ પાણીની વિકટ સમસ્યાનો સામનો કરતા લોકોમાં ચિકનગુનિયા દર્દનો પણ પેસારો થતાં બેવડી મુશ્કેલી સર્જા‍ઇ છે. કોટાડા મઢ ગામના લોકોમાં છેલ્લા એક માસમાં ૧પ૦૦ જેટલા દર્દી સારવાર લઇ ચૂક્યા છે, તો આજે રવિવારે બીજા લગભગ દોઢસો જેટલા દર્દીનો ઉમેરો થયો છે. બીજીતરફ તાલુકાના બરંદા, દયાપર, પાનધ્રો ગામમાં આ રોગના દર્દીઓ નોંધાયા છે.

અંદાજે ત્રણેક હજારની વસતી ધરાવતા લખપત તાલુકાના મા. મઢ નજીક આવેલા કોટડા મઢમાં એકાદ માસ દરમિયાન ૧૭૦૦ જેટલા દર્દી તાવ, ઉધરસ તેમજ શરીરના સાંધાઓ જકડાઇ જવાના રોગમાં સપડાયા હોવાનું ગામના માજી સરપંચ કાસમ એચ. પડિયારે જણાવ્યું હતું. તેમણે કહયું કે, માત્ર રવિવારે એક જ દિવસમાં આ રોગના દોઢસો જેટલા દર્દીને સારવાર માટે મા. મઢ, દયાપર તેમજ રવાપર ખસેડાયા છે, તો બીજીતરફ તાલુકાના બરંદા ગામમાં પણ આ જ પ્રકાર દર્દીઓ પોતાની સારવાર માટે છેક ભુજ સુધી ધક્કા ખાઇ રહ્યા હોવાનું નવીનભાઇ ઠક્કરે જણાવ્યું હતું, તો બીજીતરફ ચિકનગુનિયાના અમુક દર્દીઓ દયાપર તેમજ પાનધ્રો અને ભુજ સારવાર કરાવી રહયા છે.

કોટડા મઢના સરપંચ રાયમા હાજીઅલી હાજીઇશાકે જણાવ્યું હતું કે, આ અંગે જિલ્લાકક્ષાએ પણ આરોગ્ય ખાતાને જાણ કરી છે. ગામની ૪૦ ટકા જેટલી વસતી તાવ-ઉધરસ અને હાથ-પગના સાંધાઓ ઝકડાઇ જવાના દર્દમાં સપડાઇ છે તેમજ સ્થાનિક પૂરતી સારવારના અભાવે લોકોને રવાપર, મા. મઢ તેમજ દયાપર સુધી સારવાર લેવા જવું પડે છે.
ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં સરકારી સેવાઓ બહુ જ પાંગળી હોવાની રાવ અગાઉ પણ ઉઠી હતી તેમ છતાં સરકાર દ્વારા કોઇ પગલા ં લેવાયાં નહોતાં ત્યારે આ કેસમાં શું કામગીરી થાય તેના પર સૌની મીટ મંડાઇ છે.

આગળ વાંચો વધુ સમાચાર....

રવાપરમાં તબીબ જ નથી
ધારાસભ્યે રવાપર-કોટડા મઢની મુલાકાત લીધી