FB પર ૧૭ વર્ષના કચ્છી યુવાનને થયો MPની ૨૬ વર્ષીય યુવતી સાથે પ્રેમ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇશ્કવાલા લવ ફેસબુક પર થયો લવ અને પહોંચી ગયો અજમેર
ચરોપડીનો યુવાન ફેસબુક પર જ એમપીની સ્ત્રીના પ્રેમમાં પડી ગયો
ઇશ્કવાલા લવની દાસ્તાન જોકે અધૂરી રહી ગઇ
અજમેરમાં જ બેયને પોલીસે પકડી લીધા, એકમેકના ઘર ભેગા કરાયા
પરિવારે તો અપહરણની ફરિયાદ નોંધાવી હતી
અબડાસા તાલુકાના ચરોપડી ગામનો એક યુવાન મોબાઇલ ફોન પર ફેસબુકના માધ્યમથી મધ્ય પ્રદેશની યુવતીના પ્રેમમાં પડી ગયા બાદ એને મળવા માટે છેક અજમેર પહોંચી ગયો હતો. સામે છોકરીને શોધતી એમપીની પોલીસ છેક કચ્છમાં આંટો મારી ગયા બાદ મોબાઇલ લોકેશનના આધારે બેયને અજમેરમાં પકડી લીધા હતા.
સોશિયલ વેબસાઇટની આભાસી સૃષ્ટિમાં ચિત્તભ્રમ થઈને ઘણા યુવાહૈયાં આ પ્રકારના અવિચારી પગલાં ભરીને પાછળથી પસ્તાય છે એવું આ કિસ્સામાં પણ બન્યું હતું, કેમ કે, પકડાઈ ગયા બાદ બેયને પોતપોતાના ઘરે મોકલી દેવામાં આવ્યા હતા.
વધારે વાંચવા માટે તસ્વીરો બદલતાં રહો...