કચ્છી પટેલોના બેન્ડે ક્વિન એલિઝાનેથ-2ને આપી સલામી

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

છેલ્લાં ૩ અઠવાડિયાથી મહારાણી અલિઝાબેથ-૨ને ક્વિન બન્યાને ૬૦ વર્ષ પૂર્ણ થતાં તે નિમિત્તે લંડન ખાતે વિવિધ કાર્યક્રમો ઉજવાઇ રહ્યા છે, ત્યારે ત્યાં ઇન્ડિયન સ્કોટીશ બેન્ડ તરીકે પ્રખ્યાત એવા કચ્છી પટેલોના બનેલા મુક્તજીવન પાઇપ બેન્ડે ગઇકાલે લંડનના એજવેર ખાતે આવેલી મહારાણીને સંગીતના સુરો રેલાવી સલામી આપી હતી તથા આજે પણ થેમ્સ નદીમાં ૧૦૦૦ બોટના કાફલા સાથે નીકળેલી નગરયાત્રામાં પણ મુકતજીવન પાઇપ બેન્ડ તથા ઢોલ એન્સેમ્બલ ગ્રૂપને આંમત્રણ અપાતાં ભારતીય પરંપરાગત ગીતોના સૂરો સાથે બોલીવુડ ગીતોની રમઝટ પાઇપ બેન્ડે જમાવી સૌને ડોલાવી દીધા હતા.

મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા લંડન ખાતે ૧૯૭૨થી આ પાઇપ બેન્ડની સ્થાપના કરવામાં આવી છે.૬૪ કચ્છી પુરુષો તથા મહિલાના બનેલા આ પાઇપ બેન્ડ થેમ્સ નદીમાં રાણીને સલામી આપી હતી.ઉલ્લેખનીય છે કે ભુતકાળમાં પણ મુક્તજીવન પાઇપ બેન્ડને રાણીએ વિવિધ કાર્યક્રમોમાં આમંત્રિત કર્યા છે.

તાજેતરમા જ ભુજ આતે યોજાયેલા ધનશ્યામ મહારાજ સુવર્ણ મહોત્સવ પ્રસંગે લંડનથી ખાસ આવેલા આ પાઇપ બેન્ડે તેની સ્કોટીશ સંગીતની ધૂનોથી ભુજના માર્ગો ગજવ્યા હતા અને તેના પહેરવેશથી માંડી તેની આગવી છટાએ લોકોમાં ભારે આકર્ષણ જગાવ્યું હતું.

તસવીરો - સૂર્યકાન્ત જાદવ