તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કચ્છ યુનિવર્સિ‌ટીમાં અચાનક આંતરિક બદલી થતાં હલચલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- વર્ગ ત્રણ અને ચારના કર્મચારીઓ સંગઠન રચી અને વર્ચસ્વ ન જમાવે તેના ભાગરૂપે આ પ્રક્રિયા હાથ ધરાઇ

શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિ‌ટીમાં બિનશૈક્ષણિક સ્ટાફની આંતરિક બદલીઓ થતાં યુનિવર્સિ‌ટીમાં ચર્ચાનો દોર શરૂ થયો છે. બિનશૈક્ષણિક સ્ટાફે પોતાનું સંગઠન રચી વર્ચસ્વ ન સ્થાપી શકે માટે આંતરિક બદલીઓ કરાઇ હોવાનું બિનશૈક્ષણિક સ્ટાફના પ્રતિનિધિએ જણાવ્યું હતું.

કચ્છ યુનિવર્સિ‌ટીના સત્તાવાળાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, કુલપતિ અને કુલસચિવ કાર્યાલયમાં વર્ગ ત્રણ અને વર્ગ ચારના કર્મચારીઓને બી બ્લોકમાં મૂકવામાં આવ્યા છે, તો પરીક્ષા વિભાગ, વિદ્યાર્થી વિભાગ અને હિ‌સાબ વિભાગમાં કામ કરતા કર્મચારીઓને શિક્ષણશાસ્ત્ર ભવન, કુલસચિવના કાર્યાલય ખાતે ફરજ બજાવવાનું ફરમાન આવ્યું છે. બાંધકામ, ગ્રંથાલય, રસાયણશાસ્ત્ર ભવનના કર્મચારીઓને હાલની ફરજ પરની જગ્યા જ પર જ ચાલુ રાખવામાં આવ્યા છે, તો અર્થ એન્ડ એન્વાયર્મેન્ટ ભવન, કોમર્સ અને મેનેજમેન્ટ અને અર્થશાસ્ત્રમાં કામ કરતા વર્ગ ચારના કર્મચારીઓને કમ્પ્યૂટર સાયન્સ ભવન, કમ્પ્યૂટર વિભાગ અને વિદ્યાર્થી વિભાગ ખાતે મૂકવામાં આવ્યા છે.

કચ્છ યુનિવર્સિ‌ટીના કુલસચિવ ડો. ગિરીન બક્ષીએ આ બાબતે જણાવ્યું હતું કે, રૂટિન પ્રક્રિયા મુજબ બદલીઓ કરાઇ છે, કોઇના પ્રેસરમાં કે દબાવમાં આ બદલીઓ થઇ નથી. તેમને પૂછવામાં આવ્યું કે, અણગમતા કર્મચારીઓની જ બદલી કરાઇ છે અને અન્યોની કેમ નહીં ? આ વાતનું ખંડન કરતાં ડો.બક્ષીએ જણાવ્યું હતું કે, આ વાત તદ્ન ખોટી છે, ધીરે ધીરે અન્યોની પણ બદલી કરાશે. કર્મચારીઓ અન્ય વિભાગોના કામોથી પણ વાકેફ થાય તે માટે આ બદલીઓ કરાઇ છે.