• Gujarati News
  • Kutchh University Second Semester Examination On 8 Center

કચ્છ યુનિ.ના 800 પરીક્ષાર્થી 8 કેન્દ્ર પરથી આપશે પરીક્ષા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ ફોટો)
કચ્છ યુનિ.ના 800 છાત્ર 8 કેન્દ્ર પરથી આપશે પરીક્ષા
ભુજ: કચ્છ યુનિ. દ્વારા બીજા તબક્કાની પરીક્ષાઓનો પ્રારંભ થઇ રહ્યો છે, બી.એડ સેમેસ્ટર 1, એમ.એડ. સેમેસ્ટર 1, બી.બી.એ. તથા બી.સી.એ. નોન સીબીસીએસ સેમેસ્ટર 3, પી.જી.ડી.સી.એ., પીજીડીએચઆરએમ, પી.જી.ડી.એસ.પી.એમ.ના સેમેસ્ટર 1, એમ.બી.એ. સીબીસીએસ સેમેસ્ટર 1 તથા 5, ફોર્થ યર એમબીએ નોન સીબીસીએસ સેમેસ્ટર 1/7, એમ.એસ.સી. આઇ.ટી. સેમેસ્ટર 9 સીબીસીએસ, એમ.એસ.સી. આઇ.ટી. (પીજી) સેમેસ્ટર 3, એમ.સી.એ. સેમેસ્ટર 1 તથા 5 એમ મળી કુલ 800 જેટલા વિદ્યાર્થી પરીક્ષા આપશે. વિદ્યાર્થીઓને કુલપતિ ડો. પટેલ, કુલસચિવ ડો. ઠક્કર, ઇ.ચા. પરીક્ષા નિયામક અમર મહેતાએ શુભેચ્છા પાઠવી છે.
તસવીર પ્રકાશ ભટ્ટ