કચ્છની વિદ્યાર્થિ‌ની રાજ્યમાં અવ્વલ, કચ્છના ૯૦ ટકા છાત્રો ઉત્તીર્ણ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર : એ-વનમાં માત્ર ચારને જ સ્થાન

કચ્છનું સાયન્સ વિભાગનું પરિણામ ૯૦.૨૧ ટકા જેટલું ઉંચું આવ્યું છે, ત્યારે ભુજની વિદ્યાર્થિ‌ની ગુજરાતના તમામ છાત્રોને પછડાટ આપીને ૯૯.૯૯ પર્સન્ટાઇલ સાથે મોખરે રહી છે. આ સાથે કચ્છના અન્ય ત્રણ છાત્રે પણ એ-વન ગ્રૂપમાં સ્થાન મેળવ્યું છે. ભુજની સેન્ટ ઝેવિયર્સ શાળાની અંજલિ શાહે બી ગ્રૂપ સાથે ૯૯.૯૯ પર્સન્ટાઇલ તથા ૯૭ પર્સન્ટેજ સાથે ગુજરાતના પ્રથમસ્થાન પર કબજો જમાવી કચ્છનું ગૌરવ વધાર્યું છે, તો મળતી વિગતો મુજબ આદિપુરની બે વિદ્યાર્થિ‌નીએ પણ ઉચ્ચ ટકા સાથે એ-વન ગ્રેડ મેળવ્યો છે, જેમાં આદિપુરની થેરાટિલ અનીતા સાજુએ ૯૯.૯૪ પર્સન્ટાઇલ તથા ૯૨.૧૪ પર્સન્ટેજ તથા મેરીન ઇશકે ૯૯.૯૧ પર્સન્ટાઇલ તથા ૯૧.પ૪ પર્સન્ટેજ સાથે કચ્છના અન્ય છાત્રોને પાછળ રાખી દીધા છે. આમ, અત્યાર સુધી મળતી વિગતો મુજબ અવ્વલ રહેવામાં કચ્છમાં ફરી ત્રણ યુવતીએ મેદાન મારી લીધું છે.

કચ્છના ૯૦ ટકા છાત્રો ધો.૧૨માં ઉત્ર્તીણ
વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર : એ-વનમાં માત્ર ચારને જ સ્થાન

તાજેતરમાં લેવાયેલી ધો. ૧૨ની વિજ્ઞાનપ્રવાહની પરીક્ષાનું પરિણામ સોમવારે જાહેર થતાં કચ્છના ૯૦.૨૧ ટકા વિદ્યાર્થીઓ ઉત્ર્તીણ થયા છે. પ્રથમ જ વખત ધો. ૧૧ અને ધો. ૧૨ના ચારેય સેમેસ્ટરનું પરિણામ એક સાથે ગણનામાં લેવામાં આવ્યું છે. કચ્છમાં કુલ ૧૧૬૧ વિદ્યાર્થી નોંધાયેલા હતા અને તેમાંથી ૧૧પ૪ આ પરીક્ષામાં બેઠા હતા અને ૧૦૪૧ વિદ્યાર્થી પાસ થયા હતા. કચ્છના ભુજ, ગાંધીધામ અને માંડવી બેઠક પર ધો. ૧૨ની પરીક્ષા લેવામાં આવી હતી અને તેમાં સૌથી વધુ માંડવીમાં ૯૪.પ૨, ગાંધીધામમાં ૯૦.૪૦ અને ભુજમાં ૮૮.૮પ ટકા સાથે કચ્છનું સરેરાશ પરિણામ ૯૦.૨૧ ટકા રહ્યું હતું. કચ્છમાં એ-વન ગ્રેડ માત્ર ચાર જ વિદ્યાર્થીને મળ્યો હતો.

જૂના કોર્સમાં ૪૧ ટકા પાસ
જૂના અભ્યાસક્રમ પ્રમાણેની પરીક્ષામાં કચ્છમાંથી ૧૧૦ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી, જેમાંથી એ-વન અને એ-ટુમાં કોઇએ સ્થાન મેળવ્યું ન હતું, તો બી-વન, બી-ટુ અને સી-ટુમાં એક-એક પાસ થયા હતા.

છાત્રોનો દેખાવ
નોંધાયેલા ૧૧૬૧
ઉપસ્થિત ૧૧પ૪
એ-વન ૪
એ-ટુ પ૧
બી-વન ૧૨૭
બી-ટુ ૨૨૮
સી-વન ૩૧૪
સી-ટુ ૨૭૦
ડી ૪૭
કુલ ૧૦૪૧

કચ્છના સેન્ટરોનો દેખાવ
ભુજ ગાંધીધામ માંડવી
ઉપસ્થિત પ૨૯ ૪૭૯ ૧૪૬
પાસ ૪૭૦ ૪૩૩ ૧૩૮
ટકા ૮૮.૮પ ૯૦.૪૦ ૯૪.પ૨

આગળ વાંચો વધુ બે વિદ્યાર્થીની જેનો ટોપ કર્યું હતું...