નલિયા 14.3 ડીગ્રી સાથે સીઝનમાં પ્રથમવાર બન્યું સૌથી ઠંડું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(વહેલી સવારનું દૃશ્ય)
ભુજ રાજ્યમાં 35.6 ડિગ્રી સાથે ગરમ
ભુજ: દર વર્ષે રાજ્યમાં મોખરે રહેવાનું બિરુદ પામતું નલિયા સીઝનમાં પ્રથમ વખત અગ્રેસર રહ્યું છે. અહીં સોમવારે 14.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. ઋતુમાં પહેલી વખત 15 ડિગ્રીથી નીચે પારો ઉતર્યો હતો.

કચ્છમાં એકતરફ રાત્રે નલિયા ટાઢું બન્યું હતું, તો દિવસના ભાગમાં ભુજ મહત્તમ ઉષ્ણતામાનમાં પ્રથમ રહ્યું હતું. માગસર માસની શરૂઆત થઇ ગઇ છે, પણ ઠંડીની જોઇએ તેટલી જામી નથી. છેલ્લા બે દિવસથી ગુલાબીથી ભારે ઠંડકે અસર દેખાડવાનું જાણે શરૂ કર્યું હોય એમ અનુભવાઇ રહ્યું છે. ડીસા, વલસાડ, અમરેલી જેવાં શહેરો ચાલુ સાલે ટાઢમાં આગળ રહી ચૂક્યાં છે, પણ શિયાળાની પકડ મજબૂત બનવાના એંધાણ વચ્ચે સોમવારે રાત્રે નલિયા ન્યૂનતમ તાપમાન 14.3 સુધી સરકી ગયું હતું.

જોકે, દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 34.8 સુધી નોંધાયું હતું, તો ભુજ શહેર રાજ્યમાં સૌથી ગરમ બન્યું હતું. અહીં મંગળવારે 35.6 મહત્તમ અને 18.3 લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. દિવસે ગરમી બાદ સાંજથી શહેરીજનોએ ઠંડક અનુભવી હતી, જ્યારે કંડલામાં પણ 34 અને 19.7 ડિગ્રી સાથે વિષમ હવામાન નોંધાયું હતું.