કચ્છના નર્મદા કેસની સુપ્રીમમાં આજે સુનાવણી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદાનું પાણી કચ્છને ગ્રેવિટી ફ્લોથી આપવા સહિ‌તના મામલે કચ્છ જિલ્લાને થતા અન્યાયના મામલે છેલ્લાં કેટલાંય વર્ષોથી લડત ચલાવી રહેલી કચ્છ જળસંકટ નિવારણ સમિતિના કેસને દેશના અન્ય આ પ્રકારના કેસ સાથે ભેળવી દીધા બાદ હવે દેશની સુપ્રીમ કોર્ટમાં તેની સુનાવણી શરૂ થઇ રહી હોવાનું દિલ્હીથી આ સમિતિના કેશવજીભાઇ દેઢિયાએ જણાવ્યું હતું.

તેમના કહેવા મુજબ આ કેસ હજુ સુપ્રીમમાં ઊભો જ છે અને તેને હવે એમ.કે.બાલક્રિષ્નન અને અન્યો વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા અને અન્યોના કેસ નં. રીટ પિટિશન (સિવિલ) ૨૩૦ ઓફ ૨૦૦૧ની સાથે ચલાવવામાં આવી રહ્યો છે. દેઢિયાના જણાવ્યા મુજબ બુધવારે આ કેસની ર્કોટ નં. ૭માં સુનાવણી થશે.