કચ્છ: બનાસ નદી કચ્છના નાના રણમાં ઠલવાઇ, રણ બન્યું જળબંબોળ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર - રણમાં પાણી ભરાયા)

-પાકિસ્તાનના પૂરનું પાણી પણ સીમા ઓળંગીને ઘૂસ્યું હોવાની દહેશત
- મીઠાના કાયદેસર-ગેરકાયદે અગરો ડૂબમાં : 100 અગરિયા પરિવારોનું કરાયું સ્થળાંતર


સામખિયાળી: ઉત્તર ગુજરાતમાં ત્રણ દિવસથી પડી રહેલા અનરાધાર વરસાદને કારણે છલોછલ બનેલી બનાસ નદીના નીર કચ્છના નાનારણમાં ઠલવાતાં આ વેરાન વિસ્તાર જાણે દરિયામાં ફેરવાયો હોય તેવો નજારો સર્જાયો હતો. એક તરફ બનાસનો પ્રવાહ, બીજીબાજુ પાકિસ્તાનમાં પડેલા ભારે વરસાદનું પાણી પણ સીમા ઓળંગીને આડેસર, ગાગોદરથી માંડીને સૂરજબારી સુધીના નાનારણમાં ફેલાઇ ગયું હોવાનું જણાઇ રહ્યું છે. આ જળ પ્રવાહ સામાન્ય રીતે હુડડિયા ખાડીમાંથી થઇને કચ્છના અખાતમાં (અરબી સમુદ્રમાં) જતું હોય છે, પરંતુ અમાસની ભરતી હોવાથી સમુદ્રનું પાણી સામું ભરાયું હોવાથી રણમાં ત્રણ તરફથી જળ પ્રવાસહ પ્રસર્યો હતો. પાકિસ્તાન, ઉતર ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદને કારણે કચ્છના નાના રણમાં બનાસ નદીના પાણી ઠલવાતાં રણ જળબંબોળ બની ગયું છે. હાલમાં પાણીની સપાટી ત્રણ મીટર જેટલી થઇ છે. અગરો ડુબમાં જવાને પગલે 100 જેટલા અગિરયા પરિવારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

પાકિસ્તાન, ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડતા કચ્છના નાના રણમાં પાણી ઘૂસ્યા હતા અને કચ્છનું નાનું રણ બેટમાં ફેરવાઇ ગયું હતું. આ પાણી સુરજબારી, હુડડિયા ખાડીમાંથી થઇને અરબી સમુદ્રમાં અમાસના પુરના કારણે ભરતી હોવાથી નાના રણમાં ફેલાઇ ગયું છે. નાના રણમાં આડે ઘર મીઠાના અગરો બની જતાં તેના સામનો ચેરાવાંઢ-સુરજબારી રહેતા 100 જેટલા પરિવારને કરવો પડશે. જો રાત્રિ સમય પાણીનો પ્રવાહ વધ્યો તો આ લોકોને ભારે તકલીફનો સામનો થઇ શકે છે.અત્રે ઉલ્લેખનીય છે કે, પાછોતરો વરસાદ, ક્રીકના પાણી તથા પાકિસ્તાનથી આવેલા જળ પ્રવાહને કારણે મોટા રણમાં છેક ધોરડો સુધી દરિયા જેમ પાણી ઘૂઘવાઇ રહ્યાનો અહેવાલ હજુ ગઇ કાલે જ પ્રગટ થયો હતો.