કચ્છમાં પતંગોત્સવને મંદ પવન-તાપ નડી ગયા

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- માંડવીમાં દેશ-વિદેશના ૬૬, ધોરડોમાં ૭૭ પતંગ બાજોએ લડાવ્યા પેચ : બીચ અને રણમાં બપોર પછી હવાનો સાથ મળતાં અવનવા કનકવાની આકાશમાં રચાઇ રંગોળી

૨પમા આંતરરાષ્ટ્રીય પંતગોત્સવમાં આજે માંડવી તથા ધોરડો ખાતે ૧૨ દેશના પ૩ વિદેશી તથા દેશના ૯૦ જેટલા પતંગબાજ આવી પહોંચ્યા હતા. ધોરડોમાં ૭૭ દેશ-વિદેશી કાઇટિસ્ટની મજા સવારે મંદ પવને બગાડી હતી જોકે,બપોર બાદ પવને યારી આપતાં પતંગરસિયાઓએ ગગનમાં અવનવા કનકવા લહેરાવ્યા હતા, જ્યારે માંડવી ખાતે પહોંચલા ૬૬ દેશ-પરેદશના પતંગરસિયાએ દરિયાકાંઠે સવારથી સાંજ સુધી પવન સાથે સંઘર્ષ કરતાં-કરતાં આકાશમાં અવનવા પતંગોની રંગોળી રચી હતી.

બ્રિટન,ફ્રાન્સ,ઇટાલી,સિંગાપોર,સ્વિત્ઝર્લેન્ડ,સ્પેન, નેધરલેન્ડ, બ્રાઝિલ, વિયેતનામ, થાઇલેન્ડ જેવા દેશોમાંથી આવેલા પતંગબાજોનું ધોરડો તથા માંડવી ખાતે પરંપરાગત સ્વાગત બાદ વિદેશીઓએ માછલી,વાઘ, કાટૂર્‍ન,પક્ષી ,સાપ,વીર હનુમાન,મહારાણા પ્રતાપ ,ભગતસિંહ વગેરે આકારના પતંગોને આકાશમાં ઉડાડયા હતા. જોકે, સવારથી જ સફેદરણમાં પવન ન હોતાં પતંગબાજો નિરાશ થયા હતા.

દરિયો તો મળે, પણ વ્હાઇટરણ ન મળે

ધોરડોમાં વિદેશીઓએ વ્હાઇટરણને જોતાં તેઓના મનમાંથી શબ્દો સરી પડયા હતા કે, દરિયો તો ગમે તે જગ્યાએ જોવા મળે પણ વ્હાઇટરણ તો વ્હાઇટરણ છે...વાહ ...વાહ, કચ્છના વ્હાઇટરણનો કોઇ જવાબ નથી.

વિદેશીઓ રણ વચ્ચે રમ્યા રાસ

પવને દગો દેતાં નવરા પડેલા કેટલાક વિદેશીઓ પતંગ ઉડાડવાની મથામણ છોડી સ્થાનિક યુવતીઓ સાથે ગરબા રમવાની મજા માણી હતી. ગરબાના સ્ટેપ શીખવાનો પ્રયાસ કર્યો હતો, તો કેટલાક મ્યુઝિકના તાલે ઝૂમ્યા હતા. વિદેશી કાઇટિસ્ટોએ કેમેરા લગાડેલા પતંગોથી પેચ લડાવ્યા દર વર્ષે કંઇક અવનવું લઇને આવતા વિદેશી કાઇટિસ્ટો આ વખતે કેમેરા લગાડેલા પતંગો આકાશમાં ચગાવ્યા હતા. લોકો માટે આ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

વધુ અહેવાલ વાંચવા માટે ફોટો પર ક્લિક કરો...