માગસર ઢુકડો તોયે આકરો તડકો ! ભુજમાં સર્વાધિક 37 ડિગ્રી નોંધાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(...યે શામ મસ્તાની| પ્રખર તાપ પછી સાંજે વાતાવરણ ખુશનુમાન બન્યું હતું. દેશલપર, વાંઢાય, સામત્રા વિસ્તારમાં આછેરા વાદળો વચ્ચે મનમોહન સંધ્યા ખીલી હતી. )
ભુજ: શિયાળાની ઋતુમાં માગસર અને પોષ મહિનામાં કડકડતી ટાઢ શરૂ થતી હોય છે, તેના બદલે માગસર શરૂ થવાને ચારેક દિવસ જ બાકી છે, છતાં કચ્છમાં બપોરે આકરો તાપ વરસી રહ્યો છે. શિયાળાનું આગમન ઠેલાઇ ગયું હોય તેમ મંગળવારે ભુજમાં મહત્તમ તાપમાન 37.0 અને લઘુત્તમ 21.2 ડિગ્રી નોંધાયું હતું, એ સાથે રાજ્યનું સૌથી ગરમ મથક ભુજ બની રહ્યું હતું.

નલિયામાં પણ વધુમાં વધુ ઉષ્ણતામાન 36.0 અને ઓછામાં ઓછું 21.8, કંડલા પોર્ટમાં 35.6 અને 22.2 તેમજ કંડલા એરપોર્ટમાં 35.7 અને 21.1 ડિગ્રી રહ્યું હતું. સામાન્યત: ઠંડીમાં સૌથી મોખરે રહેતા નલિયા કરતાં રાજ્યના બીજા પાંચ મથકમાં નીચું તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં માવઠાના દોર વચ્ચે સોમવારે કચ્છમાં ગોધરા ગામે ઝાપટું વરસ્યા પછી મંગળવારે કેટલાક વિસ્તારમાં પાંખા વાદળો ડોકાયા હતા.