જબલપુરમાં કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજની ક્રિકેટ ટીમ ચેમ્પિયન

કચ્છ યાડમાં પ્રાદેશિક ટીમોએ ભાગ લીધો: વિવિધ સ્પર્ધા યોજાઇ

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Jan 21, 2013, 07:31 AM
Kutch Gurjar Kshatriya Samaj Cricket Team Champion in Jabalpur

જબલલપુરમાં કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ દ્વારા યોજાયેલા કચ્છયાર્ડ અંતર્ગત કચ્છની ટીમે છત્તીસગઢને પરાસ્ત કરી કેજીકે ક્રિકેટ કપ જીત્યો હતા.

મહાસભાના પ્રમુખ મણિલાલભાઇ ચાવડા તથા વિનોદભાઇ સોલંકીએ મશાલ પ્રજવલિત કરી કચ્છ યાર્ડને ખૂલ્લો મુકયો હતો. પ્રથમ વખત પ્રાદેશિક ટીમો વચ્ચે ક્રિકેટ કપની સ્પર્ધા યોજાઇ હતી, જેમાં છ ટીમે ભાગ લીધો હતો. ફાઇનલ મેચમાં કચ્છ, છત્તીસગઢ વચ્ચે મુકાબલો થયો હતો. કચ્છની ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ લઇ ૧૦ ઓવરમાં ૫૧ રન બનાવ્યા હતા, જેમાં નીરવ ટાંકના ૨૩ રન મુખ્ય હતા, જેના જવાબમાં છત્તીસગઢની ટીમ ૪૮ રનમાં ઓલઆઉટ થઇ હતી. ટીમના મેનેજર તરીકે દીપક ચૌહાણ તથા કિરણ ચૌહાણે સેવા આપી હતી.

આ પ્રસંગે મહાસભાનું અર્ધવાર્ષિક અધિવેશન, રાષ્ટ્રીયસ્તરનું સગપણ સંમેલન, વિવિધ રમતોની સ્પર્ધા, સાંસ્કૃતિક કાર્યક્રમો, યુવા પ્રતિભા સન્માન સહિતના કાર્યક્રમો યોજાયા હતા.

કચ્છ પ્રાદેશિક સમિતિના પ્રમુખ વિનોદભાઇ સોલંકીના નેતૃત્વ હેઠળ જેટલા ખેલાડીએ ભાગ લીધો હતો, જેમાં અંજાર યુવા મંડળની ટીમ બીજા ક્રમે વિજેતા બની હતી. કચ્છની ટીમતે વિજેતા થવા બદલ બાબુલાલભાઇ પરમાર, વિનોદ જેઠવા, જયંતીલાલ વાઘેલાએ અભિનંદન આપ્યાં હતાં.

કુંવરજી ટાંક, ગજેન્દ્ર વાઘેલા, લાધુરામ રાઠોડ, મુકુન્દ પરમાર, પરસોત્તમ જેઠવા, દિલીપ ચૌહાણ, રમણીકલાલ વાઢેર, વિનોદ ખોડિયાર, વિનોદ પિઢયાર, અજય પિઢયાર હાજર રહ્યા હતા.

X
Kutch Gurjar Kshatriya Samaj Cricket Team Champion in Jabalpur
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App