કચ્છમાં ૮ કલાકમાં ૩-3 અકસ્માત: 6ની જિંદગી છીનવાઈ ગઈ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હજી મંગળવારે માનકૂવા પાસે એક યુવાન અને રાપરમાં વૃદ્ધે અકસ્માતમાં જીવ ગુમાવ્યાની ઘટનાઓ સામે આવી, એના બીજા જ દિવસે બુધવારે પણ કચ્છના માર્ગો લોહીભીના થયા હતા. વહેલી સવારથી માંડીને બપોર સુધી માત્ર આઠ કલાકના સમયગાળામાં મુન્દ્રા, ભુજ-માંડવી રોડ પર શિવપારસ નજીક અને અંજારમાં માર્ગ અકસ્માતની ત્રણ ઘટના બની હતી, જેમાં એક માસૂમ વયનું બાળક પણ કાળનો કોળિયો થઈ ગયું હતું, આ ઉપરાંત કોડભરી કન્યા સહિ‌ત બે સ્ત્રી, બે યુવાન, એક પ્રૌઢ પણ ગોઝારી ઘટનાનો ભોગ બન્યા હતા.

બુધવાર જાણે જિલ્લા માટે અમંગળ બની ગયો હોય એ રીતે એક પછી એક બનેલી ગોઝારી ઘટનાઓમાં વહેલી સવારે સાડા સાત વાગ્યે મુન્દ્રાના ગુંદાલા નજીક બાઇકને એક ટ્રેઇલરે ઉડાવી દીધું હતું, જેમાં દોઢ વર્ષીય બાળકી સાથે તેની માતા અને તેના મામાએ જીવ ગુમાવ્યો હતો. સ્થળ પર જ કચડાઈ ગયેલા આ ત્રણેય લોકો અંજાર જતા હતા. આ ઘટના વિશે ઉદ્ભવેલી અરેરાટી હજી શમી નહોતી, ત્યાં ભુજથી જતા એક યુગલે અકસ્માતમાં જિંદગી ગુમાવી હતી. પટેલ ચોવીસીમાં પણ શોકની લાગણી જન્માવનારી આ ઘટનામાં નારાણપરના યુવાન અને બળદિયાની યુવતીએ જીવ ગુમાવ્યો હતો. દોઢ માસ પહેલાં જ તેમની સગાઈ થઈ હતી અને થોડા સમય બાદ જ તેઓ લગ્નગ્રંથિએ જોડાવાના હતા. બપોરે દોઢ વાગ્યે બનેલી આ કમકમાટીભરી કરુણાંતિકા બાદ સાડા ત્રણેક વાગ્યે અંજારમાં પણ જીવલેણ બનાવ બન્યો હતો, જેમાં નવલોહિ‌યા યુવાનને કાળ આંબી ગયો હતો.

આગળ વાંચો ક્યાં ક્યાં બની ગઈ આ ઘટનાઓ....ફોટો સહિત....

અકસ્માતોના ખપ્પરમાં છ જિંદગી હોમાઈ