• Gujarati News
  • Krishna In Dhrangakatha Janmotsava Convince Ahirapatti Umati

ધ્રંગકથામાં કૃષ્ણજન્મોત્સવ મનાવવા આહિ‌રપટ્ટી ઉમટી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દાદા મેકરણે દુનિયાના શ્રેષ્ઠ ધર્મનું પાલન કર્યું હતું
મુસ્લિમ કવિએ પોતાનું પુસ્તક ભાઇશ્રીને અર્પણ કર્યું


બીજાનું હીત કરવા જેવો શ્રેષ્ઠ ધર્મ દુનિયામાં નથી અને એનું પાલન દાદા મેકરણે કર્યું હતું એવું ધ્રંગ ખાતે ચાલતી ભાગવત કથામાં વ્યાસપીઠેથી ભાઇશ્રીએ જણાવ્યું હતું. કાનાનો જન્મદિન ઉજવાતાં આહિ‌રપટ્ટીના હજારો ભકત એકત્ર થયા હતા.

આ ટાંકણે ભાઇશ્રીએ જણાવ્યું કે,ભોળપણ,ભીનાસ, ભરોસો જેનામાં હોય તેને ભકત કહેવાય, તેમણે ભાવિકોને ભાગવતના સંદેશાને જીવનમાં ઉતારી અજ્ઞાનરૂપી અંધારું દૂર કરવા શીખ આપી હતી. રંગેચંગે કાનુડાનો જન્મોત્સવ મનાવાયો હતો.ઇબ્રાહીમ લુહાર(કવિ-ગુલશન)એ પોતાનું પુસ્તક સંધરે જો સમુંદર ભાઇશ્રીને અર્પણ કર્યું હતું.
આ કથામાં ચંદુમાં, દેવનાથબાપુ, વેલજીરાજા,મહાદેવબાપુ, પવનગિરિબાપુ, રણછોડગિરિ, જોરાવરસિંહ રાઠોડ, શિવજીભાઇ આહિ‌ર,વાસણભાઇ આહિ‌ર, તારાચંદ છેડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જયારે રાત્રે સંતવાણીએ રમઝટ જમાવી હતી.