કેપીટીનો નિર્ણયઃ હવે લોનની રકમને બદલે જમીનની કિંમતે ર્મોગેજ ફી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- કેપીટીના નિર્ણયને આવકારતું ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ
કંડલા પોર્ટ ટ્રસ્ટ દ્વારા લેવામાં આવતી ર્મોગેજ ફીની વસૂલાતને મુદ્દે કરવામાં આવેલા ફેરફારને ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ આવકાર્યો છે. કેપીટી હવે લોનની રકમને બદલે જમીનની કિંમત ઉપર ફી લેવાનું છે. કંડલા પોર્ટ ટ્રસ્ટ દ્વારા લોનની રકમને બદલે જમીનની કિંમત પર ગણતરી કરવાના નિર્ણયને વ્યાપારી સંસ્થા ગાંધીધામ ચેમ્બરે આવકારતાં એવું જણાવ્યું છે કે, આને કારણે લીઝધારકોને ફ્રી હોલ્ડની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી રાહત મળી રહેશે. ચેમ્બરના પ્રમુખ બચુભાઇ આહિ‌રે જણાવ્યું હતું કે, વારંવાર રજૂઆત કરવામાં આવી હતી કે, ર્મોગેજ ફી વસૂલવાનો તર્ક યોગ્ય નથી. કેમ કે, લીઝધારકોને આપવામાં આવતી લોનમાં જમીન ઉપરાંત પ્લાન્ટ અને મશીનરી, ફર્નિ‌ચર અને સ્ટક વગેરેનો સમાવેશ થતો હોય છે.
વળી, ર્મોગેજ ફી વસૂલવા માટે કોઇ જોગવાઇ મેજર પોર્ટ ટ્રસ્ટ એક્ટમાં કરવામાં આવી નથી અને આ ફી વસૂલવાની મંજૂરી આપવાનું સત્તામંડળના અધિકાર ક્ષેત્રમાં પણ આવતું નથી. પોર્ટ દ્વારા અગાઉ વહીવટી ખર્ચ પેટે પ૦૦ રૂપિયાની રકમ વસૂલવામાં આવતી હતી, તે ફરીથી અમલમાં મુકાય, તો પોતાનું ઘર બનાવવા માગતા લોકોને રાહત થશે તેવું મહેશ ર્તીથાણીએ આપ્યું છે.
- માર્ચ દરમિયાન કચેરીઓ ધમધમતી રહેશે
નાણાકીય વર્ષ ૨૦૧૩-૧૪ના અંતિમ મહિ‌ના માર્ચ દરમિયાન કંડલા-ગાંધીધામ સ્થિત કસ્ટમ હાઉસની કચેરીઓ રજાના દિવસો દરમિયાન પણ કાર્યરત રહેશે તેવું ચેમ્બરે કંડલા કમિશનર કે.એલ. ગોયલને ટાંકીને જણાવ્યું છે. આયાતકાર અને નિકાસકારોની સુવિધા માટે આ નિર્ણય લેવાયો હોવાનું ચેમ્બરના સેક્રેટરી મહેશ ર્તીથાણીએ જણાવ્યું હતું.